News Continuous Bureau | Mumbai
Puja banerjee: ટીવી ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી પૂજા બેનર્જી ને સિરિયલ દેવો કે દેવ મહાદેવ માં પાર્વતી નું પાત્ર ભજવી ને ઘર ઘર માં ઓળખ મળી હતી. પૂજા બેનર્જી સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે તે તેના ચાહકો સાથે જોડાયેલા રહેવા માટે કાઈ ને કઈ પોસ્ટ કરતી રહે છે. હાલમાં જ અભિનેત્રી પૂજા બેનર્જી એ એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં અભિનેત્રી બોલ્ડ લુકમાં જોવા મળી રહી છે. પૂજા બેનર્જીના આ વીડિયોએ સોશિયલ મીડિયા પર હંગામો મચાવી દીધો છે.
પૂજા બેનર્જી એ શેર કર્યો વિડીયો
પૂજા બેનર્જી એ તેના ઇન્સ્ટાગ્રામ પર એક વિડીયો શેર કર્યો છે. જેમાં તે બોલ્ડ લુકમાં જોવા મળી રહી છે.. પૂજા બેનર્જી નો આ વિડીયો તેના ફોટોશૂટ દરમિયાન નો છે. આ ફોટોશૂટ દરમિયાન પૂજા એ સિંગલ સ્ટ્રીપ બ્લાઉઝ અને ચોલીમાં જોવા મળી હતી. સોશિયલ મીડિયા પર પૂજા નો આ વિડીયો વાયરલ થઇ રહ્યો છે.
View this post on Instagram
તમને જણાવી દઈએ કે, પૂજા બેનર્જી એ ટીવી એક્ટર કુણાલ વર્મા સાથે વર્ષ 2020 માં લગ્ન કર્યા હતા. કુણાલ અને પૂજાને એક પુત્ર પણ છે. પૂજા હાલમાં સ્ક્રીનથી દૂર છે, પરંતુ તેણે ટીવી સહિત બંગાળી અને સાઉથની ફિલ્મોમાં કામ કર્યું છે.
આ સમાચાર પણ વાંચો : Dunki: શાહરુખ ખાન ની ફિલ્મ ડંકી જોઈ દીકરા અબરામ ખાન નું આવું હતું રિએક્શન, કિંગ ખાને કર્યો ખુલાસો