Pulkit samrat: લગ્ન બાદ પુલકિત સમ્રાટ એ કૃતિ ખરબંદા અને તેના પરિવાર માટે કર્યું આ કામ, અભિનેતા ના વિચાર જાણી તમને પણ લાગશે નવાઈ

Pulkit samrat પુલકિત સમ્રાટે તાજેતરમાં કૃતિ ખરબંદા સાથે લગ્ન કર્યા છે. લગ્ન બાદ અભિનેતા એ તેની પત્ની અને પરિવાર માટે પહેલી રસોઈ ની વિધિ કરીને બધાને ચોંકાવી દીધા હતા.

by Zalak Parikh
pulkit samrat shocks wife kriti kharbanda making halwa as first rasoi

News Continuous Bureau | Mumbai 

Pulkit samrat પુલકિત સમ્રાટ અને કૃતિ ખરબંદા એ ધામધૂમ થી લગ્ન કર્યા હતા. લગ્ન બાદ કૃતિ નું તેની સાસરી માં ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. લગ્ન બાદ કૃતિ એ તેની પહેલી રસોઈ માં હલવો બનાવ્યો હતો. પત્ની ની પહેલી રસોઈ તો સાંભળી છે છે પરંતુ અહીં તો પતિ એ પણ પહેલી રસોઈ ની વિધિ કરીને બધાને ચોંકાવી દીધા હતા. જી હા પુલકીતે તેની પત્ની કૃતિ અને તેના પરિવાર માટે પહેલી રસોઈ ની વિધિ કરી હતી. જેનો તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. 

આ સમાચાર પણ વાંચો : IPL 2024: IPL 2024 ઓપનિંગ સેરેમની માં અક્ષય અને ટાઇગર ના પરફોર્મન્સ થી ઝૂમી ઉઠ્યું સ્ટેડીયમ, સોનુ નિગમ અને એ આર રહેમાને પણ મચાવી ધૂમ, જુઓ વિડીયો

 

પુલકીતે કરી પહેલી રસોઈ ની વિધિ 

કૃતિ ખરબંદાએ પુલકિતની પહેલી રસોઈની તસવીરો શેર કરતા કેપ્શનમાં લખ્યું, ‘ગ્રીન સિગ્નલ! ઠીક છે, ગઈકાલે કંઈક મોટું થયું અને હું ફરીથી પ્રેમમાં પડી. મને લાગતું ન હતું કે તે શક્ય છે, પરંતુ તેમ છતાં, તે થયું. પુલકિતનું પહેલી રસોઈ ગઈ કાલે થઇ. હું રસોડામાં ગઈ અને સમજાયું કે તે હલવો બનાવી રહ્યો હતો. મેં તેને પૂછ્યું કે તે શું કરે છે અને તેણે સરળ રીતે જવાબ આપ્યો, ‘હલવો બનાવી રહ્યો છું આ મારી પહેલી રસોઈ છે..’ મેં હસીને કહ્યું કે પહેલી રસોઈ છોકરીઓ ની હોય બેબી. જેના પર તેનો જવાબ હતો, ‘આ ખૂબ જ મૂર્ખ છે, અમે બંનેએ આ સંબંધમાં સમાન જવાબદારી વહેંચવાનું નક્કી કર્યું છે. તમે અમારા પરિવાર માટે દિલ્હીમાં રાંધ્યું છે, હું અહીં બેંગલુરુમાં અમારા પરિવાર માટે રસોઈ બનાવીશ. સરળ!”

 

View this post on Instagram

 

A post shared by Kriti Kharbanda (@kriti.kharbanda)


પુલકિતે તેની પહેલી રસોઈ થી  જૂના રિવાજો બદલવાનો પ્રયાસ કર્યો છે. તેણે કૃતિના પરિવાર માટે બેંગ્લોરમાં પહેલી રસોઈ બનાવી હતી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More