Site icon

શહનાઝ ગિલ સાથે કામ કરી ચૂકેલા આ પંજાબી સિંગર નું 30 વર્ષ ની વયે થયું દુઃખદ નિધન, ઇન્ડસ્ટ્રી માં શોક ની લહેર

પંજાબી મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાંથી વધુ એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પંજાબી મ્યુઝિક ઈન્ડસ્ટ્રીના ઉભરતા ગાયક કંવર ચહલનું નિધન થઈ ગયું છે. જો કે તેણે કેવી રીતે જીવ ગુમાવ્યો તે અંગે હજુ સુધી કોઈ નક્કર માહિતી મળી નથી. કંવરના અંતિમ સંસ્કાર પંજાબના માણસામાં ભીખી ખાતે થવાના છે.

punjabi singer kanwar chahal is no more

શહનાઝ ગિલ સાથે કામ કરી ચૂકેલા આ પંજાબી સિંગર નું 30 વર્ષ ની વયે થયું દુઃખદ નિધન, ઇન્ડસ્ટ્રી માં શોક ની લહેર

News Continuous Bureau | Mumbai

પંજાબી મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાંથી વધુ એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. પંજાબી મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં પોતાના અવાજથી લોકોના દિલને સ્પર્શવાની શક્તિ ધરાવતા ગાયક કંવર ચહલનું નિધન થયું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કંવર ચહલ મ્યુઝિક ઈન્ડસ્ટ્રીના ઉભરતા સિતારાઓમાંના એક હતા જેના સંગીત ને લઈને ઘણા સપના હતા. જણાવી દઈએ કે કંવરે શહનાઝ ગિલ સાથે પણ કામ કર્યું છે.કંવર ચહલના અકાળે નિધનના સમાચારે સૌને ચોંકાવી દીધા છે. સમગ્ર સંગીત ઉદ્યોગ આ સમયે શોક અને આઘાતમાં છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કંવરના અંતિમ સંસ્કાર પંજાબના માનસામાં ભીખી પાસે કરવામાં આવશે, જ્યાં તેમનો પરિવાર અને મિત્રો તેમને અંતિમ વિદાય આપશે.

Join Our WhatsApp Community

શહનાઝ ગિલ સાથે કર્યું હતું કામ 

અહેવાલ છે કે કંવર ચહલે શહનાઝ ગિલ સાથે ‘મઝે દી જટ્ટી’માં કામ કર્યું હતું. કંવર ચહલનું પહેલું ગીત ‘ગલ સુન જા’ જબરદસ્ત હિટ રહ્યું હતું. તેના અન્ય હિટ ગીતોમાં ‘ડોર’, ‘ઈક વોર’, ‘બ્રાન્ડ’ જેવા ગીતોનો સમાવેશ થાય છે.જણાવી દઈએ કે તાજેતરના સમયમાં પંજાબી મ્યુઝિક ઈન્ડસ્ટ્રીને આવી અનેક આંચકોનો સામનો કરવો પડ્યો છે. જ્યારે પ્રખ્યાત ગાયક સિદ્ધુ મૂઝવાલાની હત્યા કરવામાં આવી હતી, ત્યારે ગાયક નિર્વૈર સિંહે માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવ્યો હતો.

Gauri Khan Restaurant Tori : શાહરુખ ખાનની પત્ની ગૌરી ખાનના રેસ્ટોરાં ‘ટોરી’માં ભોજન માટે તમારે ખાલી કરવા પડશે તમારા ખિસ્સા, જાણો તેનું મેન્યુ અને ભાવ
TRP Report Week 42: TRP કિંગ કોણ? વીક 42ના રિપોર્ટમાં ‘અનુપમા’ અને ‘તુલસી’ની સત્તા યથાવત્, ‘બિગ બોસ 19’ની ધમાકેદાર એન્ટ્રી
Shahrukh khan: જન્મદિવસે મન્નત પર ફેન્સને મળશે શાહરુખ ખાન? #AskSRKમાં આપ્યો મજેદાર જવાબ
Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2: કયુંકી…’માં મેગા લીપ! શોમાં આવશે જબરદસ્ત વળાંક, હવે તુલસી નહીં,આ પાત્ર પર રહેશે ફોકસ
Exit mobile version