Site icon

Pushpa 2: રિલીઝ પહેલા જ પુષ્પા 2 એ કરી લીધી કરોડો ની કમાણી, આ ઓટીટી પ્લેટફોર્મ એ અધધ આટલામાં ખરીદ્યા ફિલ્મના રાઇટ્સ

Pushpa 2: અલ્લુ અર્જુન ની ફિલ્મ પુષ્પા 2 ની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હવે આ ફિલ્મ સાથે જોડાયેલું એક મોટું અપડેટ સામે આવ્યું છે. સમાચાર એ છે કે આ ફિલ્મના ડિજિટલ રાઇટ્સ એક મોટા ઓટિટિ પ્લેટફોર્મ દ્વારા મોટા સોદામાં હસ્તગત કરવામાં આવ્યા છે.

pushpa 2 ott deal has been cracked by netflix on this huge amount

pushpa 2 ott deal has been cracked by netflix on this huge amount

News Continuous Bureau | Mumbai

Pushpa 2: અલ્લુ અર્જુન ની પુષ્પા 2 ની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. રિપોર્ટ મુજબ અલ્લુ અર્જુન અને રશ્મિકા ની ફિલ્મ પુષ્પા 2 નું શૂટિંગ લગભગ પૂર્ણ થઈ ગયું છે. આ ફિલ્મને આ વર્ષે 15 ઓગસ્ટ 2024 સુધીમાં રિલીઝ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. આ દરમિયાન ફિલ્મને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. મીડિયા રિપોર્ટ મુજબ આ ફિલ્મના ઓટીટી રાઇટ્સ એક મોટા ઓટીટી પ્લેટફોર્મ દ્વારા હસ્તગત કરવામાં આવ્યા છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Raj Kundra and Shilpa Shetty: ખરું ફસાયું આ સેલિબ્રિટી કપલ, 100 કરોડની પ્રોપર્ટી જપ્ત.

 

પુષ્પા 2 ના ઓટીટી રાઇટ્સ 

મીડિયા રિપોર્ટ અનુસાર, નેટફ્લિક્સે અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદન્ના ની ફિલ્મ પુષ્પા 2 ના ઓટિટિ રાઇટ્સ  મેળવી લીધા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, નિર્માતાઓએ આ ફિલ્મના ડિજિટલ રાઇટ્સ લગભગ 275 કરોડ રૂપિયામાં વેચ્યા છે. રિપોર્ટ અનુસાર, ફિલ્મ ‘પુષ્પા 2’ના ડિજિટલ રાઇટ્સ એક ખાસ વ્યૂહરચના હેઠળ વેચ્યા છે. નિર્માતાઓએ પહેલાથી જ ‘પુષ્પા 2’ ના ડિજિટલ અધિકારો માટે 250 કરોડ રૂપિયાની મૂળ કિંમત નક્કી કરી હતી. આવી સ્થિતિમાં આ ફિલ્મની ઓટીટી ડીલ 250 કરોડથી 300 કરોડ રૂપિયાની વચ્ચે થવાની આશા હતી.


અલ્લુ અર્જુન સ્ટારર ડાયરેક્ટર સુકુમારની ફિલ્મ ‘પુષ્પા 2′ ટૂંક સમયમાં સિલ્વર સ્ક્રીન પર રિલીઝ થવા જઈ રહી છે. મેકર્સ આ ફિલ્મ 15 ઓગસ્ટ 2024ના રોજ રિલીઝ કરશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Amitabh Bachchan: ઐશ્વર્યા રાયનું સાહસ,દીકરી આરાધ્યાના જન્મ સમયે પેઇનકિલર ન લેવાનો નિર્ણય, અમિતાભ બચ્ચને ગણાવી ‘હિંમતવાન માતા’.
Madhuri Dixit: ઉદયપુરની ગ્રાન્ડ વેડિંગમાં છવાઈ માધુરી દીક્ષિત, કર્યો ‘ડોલા રે ડોલા’ અને ‘ચોલી કે પીછે’ પર ડાન્સ, વિડીયો થયો વાયરલ
Shahrukh khan: શાહરુખ ખાને વૈશ્વિક મંચ પર ૨૬/૧૧ અને પહલગામના વીરોને યાદ કર્યા, દર્શકો થયા પ્રભાવિત
Mahavatar Narsimha: ભારતીય સિનેમા માટે ગર્વની ક્ષણ,’મહાવતાર નરસિમ્હા’ ઓસ્કર ૨૦૨૬ની રેસમાં સામેલ, આટલી ફિલ્મો સાથે થશે ટક્કર!
Exit mobile version