News Continuous Bureau | Mumbai
Pushpa actor Fahadh Faasil: ફિલ્મ ‘પુષ્પા’માં પોલીસ ઓફિસર ભવર સિંહની ભૂમિકા ભજવનાર 41 વર્ષીય મલયાલમ ફિલ્મ સુપરસ્ટાર ફહદ ફાસીલ એ એક કાર્યક્રમમાં હાજરી આપી હતી, જ્યાં તેણે ખુલાસો કર્યો હતો કે તે ADHD એટલે કે અટેંશન ડેફિસિટ હાયપરએક્ટિવિટી ડિસઓર્ડરથી પીડિત છે. જો તેની યોગ્ય સમયે સારવાર કરવામાં આવી હોત તો આજે તે સાજો હોત.
આ સમાચાર પણ વાંચો: Anant-Radhika 2nd pre wedding: અનંત અને રાધિકા ના બીજા પ્રિ વેડિંગ માટે સ્પેન માટે રવાના થયા પરિવાર ના આ સભ્યો, જુઓ વિડીયો
ફહદ ફાસીલ ને છે ગંભીર બીમારી
ફહદ ફાસીલે એક કાર્યક્રમ દરમિયાન ખુલાસો કર્યો છે કે તે ગંભીર બીમારીથી પીડિત છે. ફહદ ફાસીલે જણાવ્યું કે ‘41 વર્ષની ઉંમરે તે એટેન્શન ડેફિસિટ હાયપરએક્ટિવિટી ડિસઓર્ડર (ADHD)થી પીડિત છે, તેણે એ પણ જણાવ્યું કે ‘જ્યારે મને આ રોગનું ક્લિનિકલી નિદાન થયું, ત્યારે મેં પૂછ્યું કે શું 41 વર્ષની ઉંમરે તેનું નિદાન થઇ જાય તો તેનો ઈલાજ થઈ શકે? જે બાદ મને કહેવામાં આવ્યું કે જો આ રોગ બાળપણમાં મળી આવે તો તેની સારવાર શક્ય અને સરળ છે.
It’s nice to someone opening up about mental health issue right at the peak of their career #Fafa is winning hearts all over again 🥹❤️https://t.co/it3rXktt2c
— Siri✨ (@shasiri17) May 27, 2024
ADHD એટલે કે એટેન્શન ડેફિસિટ હાયપરએક્ટિવિટી ડિસઓર્ડર એ બાળપણમાં બનતી સૌથી સામાન્ય ન્યુરોડેવલપમેન્ટલ બિમારીઓમાંની એક છે. આ રોગથી પીડિત બાળકો ઘણીવાર વિચાર્યા વિના કંઈક કરવાનું શરૂ કરે છે. ઉપરાંત, આ રોગમાં ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી થાય છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)