Site icon

બોલિવૂડ બાદ હોલિવુડ માં શોક ની લહેર, ક્વીન ઓફ રોક એન રોલ ના નામથી પ્રખ્યાત આ સિંગર નું 83 વર્ષની વયે થયું નિધન

ક્વીન ઓફ રોક એન રોલ ટીના ટર્નરનું 83 વર્ષની વયે સ્વિટ્ઝર્લેન્ડના ઝ્યુરિચ નજીક કુસ્નાચ ખાતેના તેમના ઘરે લાંબી માંદગી બાદ અવસાન થયું હતું. ટર્નરે તેની કારકિર્દીની શરૂઆત 1950 ના દાયકામાં રોક એન્ડ રોલના શરૂઆતના વર્ષો દરમિયાન કરી હતી

queen of rock n roll tina turner dies at the age of 83

બોલિવૂડ બાદ હોલિવુડ માં શોક ની લહેર, ક્વીન ઓફ રોક એન રોલ ના નામથી પ્રખ્યાત આ સિંગર નું 83 વર્ષની વયે થયું નિધન

News Continuous Bureau | Mumbai

હોલીવુડ ઈન્ડસ્ટ્રીમાંથી એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. લિજેન્ડરી સિંગર અને ક્વીન ઓફ રોક ‘એન’ રોલ તરીકે જાણીતી ટીના ટર્નરનું નિધન થયું છે. પોતાના ગીતોથી લોકોને પ્રભાવિત કરનાર ટીના ટર્નરે 83 વર્ષની ઉંમરે આ દુનિયાને અલવિદા કહી દીધું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સિંગરે 24 મેના રોજ સ્વિટ્ઝર્લેન્ડના ઝ્યુરિચ નજીક કુસ્નાચમાં તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા હતા.

Join Our WhatsApp Community

 

ટીના ટર્નર ને હતું કેન્સર   

મીડિયા રિપોર્ટ્સ અનુસાર ટીના ટર્નર લાંબા સમયથી બીમારીથી પીડિત હતી. તેમના નિધનથી મ્યુઝિક ઈન્ડસ્ટ્રીને ઊંડો આંચકો લાગ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ટીના ટર્નર કોલોન કેન્સર અને સ્ટ્રોક જેવી ગંભીર બીમારીથી પીડિત હતી. સિંગર ટીના ટર્નરના નિધનથી હોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર છે. તેમના નિધન પર શોક વ્યક્ત કરતા ચાહકો તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. પીટર લિન્ડબર્ગે ટીના ટર્નરના મૃત્યુની પુષ્ટિ કરી. તેણે ટીના ટર્નરના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ગાયિકાની તસવીર શેર કરીને એક ઈમોશનલ નોટ લખી છે.

ટીના ટર્નર ની કારકિર્દી 

ટીના ટર્નરનો જન્મ 26 નવેમ્બર, 1939 ના રોજ અમેરિકામાં થયો હતો. તેણીએ તેની કારકિર્દી 1957 માં શરૂ કરી હતી, પરંતુ તે 1960 માં તેના એક ગીત ‘અ ફૂલ ઇન લવ’ થી ચર્ચામાં આવી હતી. જે બાદ સિંગરે એકથી વધુ હિટ ગીતો આપ્યા. વર્ષ 1980માં તેમનું આલ્બમ ‘પ્રાઇવેટ ડાન્સર’ રિલીઝ થયું હતું. જે મલ્ટી પ્લેટિનમ આલ્બમ સાબિત થયું. જેના માટે ટીના ટર્નરને ‘રેકોર્ડ ઓફ ધ યર’ માટે ગ્રેમી એવોર્ડ આપવામાં આવ્યો હતો.

Haq Review:આત્મસન્માન અને અધિકારની લડત, યામી અને ઇમરાનનો શાનદાર અભિનય, જાણો હક નો રીવ્યુ
Vicky Kaushal: વિક્કી કૌશલનો ત્યાગ, આ પાત્ર ભજવવા છોડશે નોન-વેજ અને દારૂ, જાણો તે ફિલ્મ વિશે
Salman Khan: પાન મસાલાની જાહેરાત કરવી સલમાન ખાન ને પડી ભારે, કોટા કન્ઝ્યુમર કોર્ટ એ મોકલી નોટિસ, જાણો સમગ્ર મામલો
Amitabh Bachchan: અમિતાભ બચ્ચને અધધ આટલા કરોડ માં વેચ્યા બે લક્ઝરી એપાર્ટમેન્ટ, મળ્યું 47% રિટર્ન
Exit mobile version