News Continuous Bureau | Mumbai
R madhavan: 3 ઈડિયટ્સ વર્ષ 2009 માં રિલીઝ થઇ હતી. આ ફિલ્મ માં આમિર ખાન, આર માધવન અને શર્મન જોશી ( Sharman Joshi ) મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. આ ફિલ્મ સુપરહિટ સાબિત થઇ હતી. લોકો ને આ ફિલ્મ ની વાર્તા ખુબ પસંદ આવી હતી. હવે આર માધવને તાજેતરમાં રાજકુમાર હિરાની ( Rajkumar Hirani ) દ્વારા નિર્દેશિત આ ફિલ્મના એ સીન વિશે વાત કરી જેમાં ફિલ્મના મુખ્ય પાત્રો એ નશામાં ધૂત રહેવાનું હતું.. માધવને કહ્યું કે તે દિવસે તે સેટ પર આમિરના કહેવા થી નશામાં હતો.
આર માધવને સીન ને લઈને કર્યો ખુલાસો
આર માધવને એક ઇન્ટરવ્યૂ દરમિયાન 3 ઈડિયટ્સ ( 3 idiots ) ના દારૂ વાળા સીન ( Drunk scene ) ને યાદ કરતા જણાવ્યું કે, ‘આમિરનો ( Aamir khan ) વિચાર હતો કે શરાબી સીનમાં તમારે ક્યારેય એવું વર્તન ન કરવું જોઈએ કે તમે નશામાં છો. તમારે પીવું જોઈએ અને તમે સામાન્ય છો તેવું વર્તન કરવું જોઈએ. અમે 9 વાગ્યે શૂટિંગ કરવાના હતા, તેથી આમિરે પ્લાન કર્યો કે 8 વાગ્યા સુધીમાં અમે પીવાનું શરૂ કરીશું અને 8:30, પોણા નવ સુધીમાં અમે ત્રણ-ચાર પેગ પી લીધા હશે. તે જ ક્ષણે લાઇટ બંધ થઈ ગઈ, તેથી સાડા આઠ વાગ્યે તેઓએ કહ્યું કે હજી બે કલાક બાકી છે. પછી શોટ આવ્યો ત્યાં સુધીમાં અમને લાગ્યું કે અમે સંપૂર્ણપણે સામાન્ય છીએ. પરંતુ અમને ખ્યાલ ન હતો કે સીન માટે લાઈનો પહોંચાડવામાં અમને કલાકો લાગી રહ્યા છે.’
આ સમાચાર પણ વાંચો : Shiv Sena UBT Candidates List: મહારાષ્ટ્રમાં આગામી લોકસભા ચૂંટણી માટે ઉદ્ધવ ઠાકરે જુથે 17 ઉમેદવારોના નામ પર મારી મહોર, પીયુષ ગોયલ સામે હવે વિનોદ ઘોસાળકર ઉતરશે મેદાનમાંઃ અહેવાલ