News Continuous Bureau | Mumbai
Radhika merchant: અનંત અને રાધિકા ના પ્રિ વેડિંગ ફંક્શન 3 માર્ચ થી 5 માર્ચ સુધી ચાલ્યા હતા. આ ફંક્શન શરૂ થાય તે પહેલાં, અંબાણી પરિવારે જામનગર ના નજીક ના ગામના લોકોને ‘અન્ના સેવા’ સેવા આપી હતી. આ અન્ન સેવા માં અનંત અને રાધિકા એ પોતાના હાથે લોકો ને ખાવાનું પીરસ્યું હતું તેમજ તેમને તે લોકો ના આશીર્વાદ પણ લીધા હતા. આ ‘અન્ન સેવા’ દરમિયાન રાધિકાનો એક બાળક સાથેની મીઠી વાતચીતનો વીડિયો વાયરલ થયો હતો, જેમાં રાધિકાએ તેની માતાના ખોળામાં બેઠેલા બાળકને કહી રહી હતી કે તું તો કૃષ્ણ જેવો લાગે છે. આ વીડિયો થોડી જ વારમાં વાયરલ થઈ ગયો અને હવે તેના વાયરલ ડાયલોગને મયુર જુમાની દ્વારા મ્યુઝિકલ મેકઓવર કરવામાં આવ્યો છે.
આ સમાચાર પણ વાંચો : Arun Govil: રામાયણ માં રણબીર કપૂર ને કાસ્ટ કરવા પર રામ એ આપી પ્રતિક્રિયા, અરુણ ગોવિલે અભિનેતા વિશે કહી આવી વાત
રાધિકા ના ડાયલોગ નું સંગીતમય સંસ્કરણ
અન્ન સેવા માંથી રાધિકા ના ડાયલોગ નો વિડીયો વાયરલ થયો હતો જેને હવે મયુર જુમાનીએ આ જ ડાયલોગ ફેન્સને મ્યુઝિક સાથે રજૂ કર્યો છે, જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. વીડિયોમાં રાધિકાના ડાયલોગ્સ ઉપરાંત મયુરે વગાડેલી વાંસળી અને તેના દ્વારા ગાયેલું ગીત પણ ખૂબ જ સુંદર છે.
મયુર જુમાનીએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પેજ પર વિડીયો શેર કરતાની સાથે જ તેને ચાહકો તરફથી ઘણી પ્રશંસા મળી રહી છે. .
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)
