Raghav chaddha: રાઘવ ચઢ્ઢા એ વરસાવ્યો પત્ની પર પ્રેમ, પરિણીતી ની ગાયકી ના વખાણ કરતા કહી આવી વાત

Raghav chaddha: પરિણીતી ચોપરા એ ગાયિકી માં પોતાનું નસીબ અજમાવ્યું છે. હવે પરિણીતી ના પતિ રાઘવ ચઢ્ઢાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે જેમાં રાઘવે તેની પત્ની ના વખાણ કર્યા છે.

by Zalak Parikh
raghav chaddha share romantic post for parineeti chopra

News Continuous Bureau | Mumbai 

Raghav chaddha:  પરિણીતી ચોપરા તેની પર્સનલ લાઈફ ની સાથે સાથે તેની પ્રોફેશનલ લાઈફ ને લઈને પણ ચર્ચામાં રહે છે. તાજેતર માં પરિણીતી એ તેના સિંગિંગ કરિયર વિશે જાહેરાત કરી હતી. હવે પરિણીતી એ મુંબઈ ફેસ્ટિવલ 2024માં લાઈવ સિંગિંગ ડેબ્યૂ કર્યું હતું. તેની ગાયિકી થી ચાહકો ખુશ થઇ ગયા હતા. ચાહકો ની સાથે સાથે પરિણીતી નો પતિ રાઘવ પણ તેની ગાયિકી પર ફિદા થઇ ગયો હતો. રાઘવ ચઢ્ઢા એ પરિણીતીના મ્યુઝિક ઈવેન્ટની કેટલીક તસવીરો શેર કરી છે અને તેને અભિનેત્રી ના વખાણ પણ કર્યા છે. 

આ સમાચાર પણ વાંચો : Pushpa 2: ‘પુષ્પા 2’ના સેટ પરથી અલ્લુ અર્જુન ની તસવીર થઇ વાયરલ, અભિનેતાને આ અવતાર માં જોઈને ચાહકો થયા ઉત્સાહિત

પરિણીતી માટે રાઘવ ચઢ્ઢા એ લખી પોસ્ટ 

રાઘવ ચઢ્ઢા એ શેર કરેલી તસવીરો માં પરિણીતી બ્લેક આઉટફિટ માં સ્ટેજ પર ગાતી જોવા મળી રહી છે. આ તસવીરો સાથે રાઘવ ચઢ્ઢાએ કેપ્શનમાં લખ્યું, ‘મારો રોકસ્ટાર, મારી કોકિલા, મારી પોતાની પર્સનલ મેલોડી ક્વીન. એક પ્રશિક્ષિત શાસ્ત્રીય ગાયક તરીકે, તમે શબ્દોમાં જીવ લાવો છો. પારુ! હું તારો દીવાનો થઇ ગયો છું (અને ખૂબ જ ઉત્સાહિત) તે આ નવી સફર શરૂ કરી છે જેની તું  લાંબા સમયથી રાહ જોઈ રહી હતી. જાઓ અને વિશ્વને હલાવો, મારીપ્રિય. હું હંમેશા અહીં રહીશ. તારો સાથ આપતો રહીશ, તને ઉત્સાહિત કરતો રહીશ.. હવે વિશ્વને તે કોન્સર્ટ જોવા મળશે જે મને ઘરે બેઠા મફતમાં જોવા મળે છે. હાહા.’

 

View this post on Instagram

 

A post shared by Raghav Chadha (@raghavchadha88)


તમને જણાવી દઈએ કે, પરિણીતી અને રાઘવ એ રાજસ્થાનના ઉદયપુરના ધ લીલા પેલેસમાં ભવ્ય લગ્ન કર્યા હતા.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More