News Continuous Bureau | Mumbai
Raha Kapoor : આખરે ચાહકોની પ્રતીક્ષાનો અંત આવ્યો છે…! બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા રણબીર કપૂર ( Ranbir Kapoor ) અને આલિયા ભટ્ટની ( alia bhatt ) પુત્રીની એક ઝલક મેળવવા ચાહકો ઘણા આતુર હતા. આવી સ્થિતિમાં, ક્રિસમસ ( Christmas ) પર રણબીર અને આલિયાએ તેમના ચાહકોને એક મોટી ભેટ આપી અને ચાહકોને તેમની નાની રાજકુમારી રાહા કપૂરની પ્રથમ ઝલક ( First glimpse ) બતાવી છે.
કપૂર પરિવારમાં ( Kapoor family ) આજે ક્રિસમસનો તહેવાર પૂરા ઉત્સાહ સાથે મનાવવામાં આવી રહ્યો છે. કપૂર પરિવારના ક્રિસમસ લંચ દરમિયાન રણબીર-આલિયાએ પુત્રી રાહા સાથે પાપારાઝી ( Paparazzi ) માટે પોઝ આપ્યો હતો. આ કપલે પહેલીવાર પોતાની દીકરીનો ચહેરો જાહેરમાં દુનિયા સમક્ષ જાહેર કર્યો છે. બંનેનો તેમની દીકરી સાથેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં રાહાને જોયા પછી ચાહકોની નજર તેના પર જ અટકી ગઈ. રાહાની ક્યૂટનેસ, તેનું સ્મિત અને વાદળી આંખોએ તેના ચાહકોના દિલ જીતી લીધા છે. ચાહકો રાહાના વખાણ કરતા થાકતા નથી.
જુઓ રાહાની ક્યૂટનેસ
I can’t get over this❤️
Angel spotted today🤌🏻✨#Raha #abhiya pic.twitter.com/xQC73yIlqW— Tushar (@okjohn678) December 25, 2023
રણબીર-આલિયાની કમાલની કેમિસ્ટ્રી
વાસ્તવમાં, ક્રિસમસના અવસર પર આ કપલે તેમના ફેન્સને એક મોટું સરપ્રાઈઝ આપ્યું છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે પિતા રણબીરના ખોળામાં જોવા મળી રહી છે દિકરી. રાહાએ વ્હાઈટ કલરનું આઉટફિટ પહેર્યું છે. અને તેનું આઉટફિટ ક્રિસમસ સાથે મેચ થઈ રહ્યું છે. રાહાની આંખો બ્લુ છે અને તેના દાદાના દાદા રાજ કપુરની કોપી લાગી રહી છે.
Alia Bhatt and Ranbir Kapoor with their daughter Raha today at Christmas lunch #AliaBhatt #RanbirKapoor
— Sentinel (@KattarKapoor) December 25, 2023
આ સમાચાર પણ વાંચો : COVID-19 JN.1 Variant: ભારતમાં કોવિડના નવા વેરિયન્ટ JN.1નું સંક્રમણ વધ્યું, મહારાષ્ટ્ર સહિત આ રાજ્યમાં સૌથી વધુ કેસ.. જાણો આંકડા..
રાહાનો લુક જોઈને પ્રભાવિત થયા ચાહકો
આ સમય દરમિયાન તેના લુક વિશે વાત કરીએ તો રાહાએ ગુલાબી અને સફેદ રંગનું ફ્રોક પહેર્યું છે. આ સાથે રણબીર કપૂરે બ્લેક પેન્ટ સાથે મેચિંગ જેકેટ અને શર્ટ પહેર્યો હતો જ્યારે આલિયાએ ફ્લોરલ પ્રિન્ટ વન પીસ પહેર્યો હતો. આ સાથે આલિયાએ વાળમાં ક્રિસમસ બેન્ડ પહેર્યું છે. ત્રણેયનો લુક ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે. આ વીડિયો પર ફેન્સ તરફથી સતત પ્રતિક્રિયાઓ આવી રહી છે. તેના પર કમેન્ટ કરીને યૂઝર્સ રાહાને ઘણા બધા આશીર્વાદ આપી રહ્યા છે. તે જ સમયે, ઘણા યુઝર્સ રાહાને તેના દાદા ઋષિ કપૂરની કોપી ગણાવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, રાહાનો જન્મ 6 ડિસેમ્બર 2022ના રોજ થયો હતો. તે એક વર્ષની થઈ ચૂકી છે.