Raha kapoor with Rishi kapoor: દાદા રિશી કપૂર ના ખોળા માં જોવા મળી રાહા કપૂર, એડિટેડ ફોટો જોઈ દાદી નીતુ અને નાની સોની એ આપી આવી પ્રતિક્રિયા

Raha kapoor with Rishi kapoor: રણબીર કપૂર અને આલિયા ભટ્ટે ક્રિસમસ ના અવસર પર તેમની દીકરી રાહા નો ચહેરો બતાવ્યો હતો. હવે રાહા નો રિશી કપૂર સાથે નો એડિટેડ ફોટો વાયરલ થઇ રહ્યો છે. આ વાયરલ ફોટા પર રાહા ની નાની અને દાદી એ પ્રતિક્રિયા આપી છે

by Zalak Parikh
raha kapoor edited photo with rishi kapoor goes viral neetu kapoor and soni razdan react on it

News Continuous Bureau | Mumbai 

Raha kapoor with Rishi kapoor: રણબીર કપૂર અને આલિયા ભટ્ટ ની દીકરી રાહા નો જન્મ 6 નવેમ્બર 2022ના રોજ થયો હતો. રણબીર અને આલિયા એ ક્રિસમસ ના અવસર પર તેમની દીકરી રાહા નો ચહેરો બતાવ્યો હતો. રાહા નો ચહેરો જોઈ લોકો તેની સરખામણી પરદાદા રાજ કપૂર અને દાદા રિશી કપૂર સાથે કરવા લાગ્યા હતા. આલિયા ભટ્ટે પણ કોફી વિથ કરણ માં કહ્યું હતું કે રાહા થોડી તેની દાદા રિશી કપૂર જેવી લાગે છે. હવે રાહા કપૂર ની દાદા રિશી કપૂર સાથેની એક તસવીર વાયરલ થઇ રહી છે. જેના પર દાદી નીતુ અને નાની સોની એ ભાવુક થઇ પ્રતિક્રિયા આપી છે.

રાહા ની રિશી કપૂર સાથે ની તસવીર પર નીતુ અને સોની એ આપી પ્રતિક્રિયા 

આલિયા ભટ્ટ ની માતા સોની રાઝદાને તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક ફેન પેજની તસવીર શેર કરી છે. આ તસવીર એક ફેને એડિટ કરી છે. સોનીએ આ ફેન નો આભાર માનતા લખ્યું, ‘તે એટલી સારી રીતે એડિટ  કરવામાં આવ્યું છે કે તે અમારા હૃદયને ખુશ કરે છે. આભાર.’ આ સાથે સોની એ નમસ્તે અને પર્પલ હાર્ટ ઈમોજી પણ શેર કર્યા. સોની રાઝદાન ની આ પોસ્ટ નીતુ કપૂરે રીપોસ્ટ કરીને લખ્યું, ‘આ પણ ખૂબ જ મનમોહક છે.’

રાહા કપૂરની દાદા રિશી કપૂર સાથેની આ તસવીર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. ચાહકો આ તસવીરના ખૂબ વખાણ કરી રહ્યા છે. 

આ સમાચાર પણ વાંચો :  Munawar and Mannara: બિગ બોસ માંથી બહાર આવતા જ મન્નારા ચોપરા અને મુનાવર ફારુકી ની લાગી લોટરી! આ પ્રખ્યાત નિર્માતા નિર્દેશન ની વેબ સિરીઝ માં કરશે એન્ટ્રી!

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More