Rahul Khanna Dhurandhar: અક્ષય ખન્નાના ભાઈ રાહુલ ખન્નાએ હજુ સુધી નથી જોઈ ફિલ્મ ‘ધુરંધર’, કારણ જાણીને તમે પણ થઈ જશો હેરાન

Rahul Khanna Dhurandhar: "હું અક્ષય મને ફિલ્મ બતાવે તેની રાહ જોઈ રહ્યો છું": આદિત્ય ધરની બ્લોકબસ્ટર ફિલ્મ અને અક્ષયના પર્ફોર્મન્સ પર ભાઈ રાહુલે તોડી ચૂપકીદી.

by Zalak Parikh
Rahul Khanna hasn't watched brother Akshaye Khanna's 'Dhurandhar' yet

News Continuous Bureau | Mumbai

Rahul Khanna Dhurandhar: બોલીવૂડ અભિનેતા અક્ષય ખન્નાએ ફિલ્મ ‘ધુરંધર’  દ્વારા બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી છે. આ ફિલ્મમાં તેના દમદાર અભિનય અને ડોમિનેટિંગ પાત્રની ચારેબાજુ પ્રશંસા થઈ રહી છે. ખાસ કરીને સોશિયલ મીડિયા પર તેના એન્ટ્રી સીન અને ગીત ‘fa9la’ એ તબાહી મચાવી છે. લગભગ દરેક સિનેમાપ્રેમીએ આ ફિલ્મ જોઈ લીધી છે, પરંતુ અક્ષયના સગા ભાઈ રાહુલ ખન્નાએ હજુ સુધી આ ફિલ્મ જોઈ નથી. આ વાતનો ખુલાસો થતા જ ફેન્સમાં આશ્ચર્ય ફેલાયું છે.

આ સમાચાર પણ વાંચો : Sudha Chandran : ‘માતા કી ચૌકી’માં સુધા ચંદ્રન સાથે કંઈક એવું થયું કે લોકોમાં ફફડાટ: વીડિયો જોઈને ફેન્સ પણ હેરાન, કોઈના કંટ્રોલમાં ન આવી અભિનેત્રી

રાહુલ ખન્નાએ ફિલ્મ ન જોવા પાછળ શું આપ્યું કારણ?

એક જાણીતા મીડિયા હાઉસ સાથેની વાતચીતમાં રાહુલ ખન્નાને જ્યારે પૂછવામાં આવ્યું કે તેમણે ‘ધુરંધર’ જોઈ કે નહીં? ત્યારે તેમણે હેરાન કરનારો જવાબ આપ્યો હતો. રાહુલે કહ્યું કે, “મેં હજુ સુધી ફિલ્મ જોઈ નથી કારણ કે હું રાહ જોઈ રહ્યો છું કે તે (અક્ષય ખન્ના) પોતે મને આ ફિલ્મ બતાવે.” રાહુલે વધુમાં ઉમેર્યું કે અક્ષય કંઈ પણ પહેરે તે સારો જ લાગે છે અને મને ખાતરી છે કે ફિલ્મમાં તેણે અદભૂત કામ કર્યું હશે.


રાહુલ ખન્નાનું આ નિવેદન સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ થઈ રહ્યું છે. આ દરમિયાન અટકળો તેજ થઈ છે કે બંને ભાઈઓ વચ્ચે બધું બરાબર નથી. અહેવાલો મુજબ, અક્ષય ખન્ના અને રાહુલ ખન્ના વચ્ચે છેલ્લા ઘણા સમયથી મનદુઃખ ચાલી રહ્યું છે. જોકે, બંનેમાંથી કોઈ પણ ભાઈએ અત્યાર સુધી જાહેરમાં આવીને આ વિવાદ અંગે કોઈ પણ ટિપ્પણી કરી નથી. અક્ષય હંમેશા પોતાની અંગત લાઈફને લાઈમલાઈટથી દૂર રાખવાનું પસંદ કરે છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More