Raid 2: શાહરુખ ખાન અને સલમાન ખાન ના ઘરે રેડ પડશે તો શું કરશે અમય પટનાયક, અજય દેવગણ એ આપ્યો મજેદાર જવાબ

Raid 2: અજય દેવગણ તેની ફિલ્મ રેડ 2 ને લઈને ચર્ચામાં છે આ ફિલ્મ માં તે અમય પટનાયક ની ભૂમિકા કરી રહ્યો છે તાજતેર માં રેડ 2 ના ટ્રેલર લોન્ચ દરમિયાન અજય દેવગણ ને ઇન્ડસ્ટ્રી ના લોકો ના ઘરે રેડ પડવાને લઈને મજેદાર જવાબ આપ્યો હતો જે વાયરલ થઇ રહ્યો છે.

by Zalak Parikh
Raid 2: What if there a raid at Shah Rukh-Salman house Ajay Devgn witty reply at the trailer launch

News Continuous Bureau | Mumbai

Raid 2: બોલીવુડ એક્ટર અજય દેવગણ તેની આગામી ફિલ્મ ‘રેડ 2’ ને લઈને ચર્ચામાં છે, તાજેતર માં ફિલ્મ ના ટ્રેલર લોન્ચ નો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો.એક વાર ફરીથી અજય ‘અમય પટનાયક’ના પાત્રમાં ટેક્સ ઓફિસર તરીકે કમબેક કરવા તૈયાર છે. આ ઇવેન્ટ દરમિયાન, અજય ને પૂછવામાં આવ્યું કે જો શાહરુખ ખાન અથવા સલમાન ખાનના ઘેર રેડ થાય તો શું થશે?

આ સમાચાર પણ વાંચો: PVR INOX: PVR-INOX ની ધમાકેદાર ઓફર, ફક્ત આટલા રૂપિયા માં જોઈ શકશો કોઈ પણ ફિલ્મ ,જાણો ક્યાં અને કેવી રીતે બુક થશે ટિકિટ

અજય દેવગણ ને આપ્યો મજેદાર જવાબ 

રેડ 2 ના ટ્રેલર લોન્ચ માં એક વ્યક્તિએ અજય દેવગણ ને પૂછ્યું કે જો સલમાન ખાન કે શાહરૂખ ખાનના ઘરે રેડ  પડે તો તે શું કરશે. આ સવાલ સાંભળીને અજય ચોંકી ગયો પરંતુ તરત જ હસતાં કહ્યું, “હું ફક્ત ફિલ્મમાં ઓફિસર છું, વાસ્તવમાં ન્હી.. હું ખરેખર તેમના ઘરે જતો નથી. તેથી મને ખબર નથી કે વસ્તુઓ કેવી રીતે સંભાળી શકાય. જો તેમના ઘરો પર રેડ  પાડવામાં આવે તો પણ હું મારા ઘરમાં બેઠો રહીશ.અથવા જો મારા ઘર પર રેડ પાડવામાં આવશે તો તેઓ કદાચ એ જ કરશે. હું ખરેખર કંઈપણ સંભાળી શકીશ નહીં.”

 

View this post on Instagram

 

A post shared by Aks (@mera_aks2020)


‘રેડ 2’માં વાણી કપૂર પણ અજયની સાથે જોવા મળશે. આ ફિલ્મના બીજા ભાગમાં ફેમિલી ઈમોશન્સ અને એન્ટરટેઇન્મેન્ટ નું જોડાણ જોવા મળશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Join Our WhatsApp Community

You may also like