ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 20 સપ્ટેમ્બર, 2021
સોમવાર
અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાને પોર્નોગ્રાફી કેસમાં રાહત મળી છે.
બહુચર્ચિત પોર્નોગ્રાફી કેસમાં આજે એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાને જામીન આપવામાં આવ્યા છે.
ઉદ્યોગપતિ પતિ રાજ કુન્દ્રાને આજે ₹ 50,000 ની રકમ પર પોર્નોગ્રાફી કેસમાં મુંબઈની કોર્ટે જામીન આપ્યા છે.
આ સાથે આ અશ્લીલ મૂવી બનાવવાના કેસમાં સહઆરોપી રાયન થોર્પને પણ જામીન આપ્યા છે.
આ અગાઉ જામીન અરજી રદ થયા બાદ, રાજ કુન્દ્રાએ ફરી એકવાર જામીન અરજી કરી હતી અને તેમાં દાવો કર્યો હતો કે, 'તેને કોઈ નિર્ણાયક પુરાવા વગર આ કેસમાં બલિનો બકરો બનાવવામાં આવી રહ્યો છે.'
ઉલ્લેખનીય છે કે રાજ કુંદ્રાની 19 જૂલાઈએ ધરપકડ કરવામાં આવી હતી. તેની વિરુદ્ધમાં ભારતીય દંડ સંહિતા અને સૂચના પ્રૌદ્યોગિકી અધિનિયમની અલગ અલગ કલમો મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો.
બાળકોનું રસીકરણ શરૂ થતા લાગશે આટલો સમય; અદાર પૂનાવાલાએ કરી મહત્વની જાહેરાત.જાણો વિગત