ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૭ જુલાઈ, ૨૦૨૧
મંગળવાર
રાજ કુન્દ્રા અશ્લીલ ફિલ્મ કેસનો પ્રમુખ આરોપીમાંનો એક અરવિંદકુમાર શ્રીવાસ્તવને કોરોનાકાળ ખૂબ ફળ્યો. કોરોનાની પહેલી લહેર દરમિયાન મે મહિનામાં પૉર્ન કન્ટેન્ટ બનાવવાવાળી ચૅનલ ફ્લીજ ઓપીસી પ્રાઇવેટ લિમિટેડમાંથી પહેલી વાર અરવિંદની પત્ની હર્ષિતાના ખાતામાં 40,000 ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. સો દિવસમાં અરવિંદે જ પત્નીના ખાતામાં ૨.૧૫ કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. અમિત માલવીય અને નીરજ નિગમ નામની બે વ્યક્તિએ પણ હર્ષિતાના ખાતામાં લગભગ ૪૨ વાર રૂપિયા મોકલ્યા હતા.
અશ્લીલ ફિલ્મો બનાવવાના આરોપી રાજ કુન્દ્રાનું કાનપુર કનેક્શન પણ સામે આવ્યું છે. અરવિંદકુમાર શ્રીવાસ્તવ પણ આ ગંદા ધંધામાંથી કરોડો કમાયો છે. પંજાબ નૅશનલ બૅન્કની બર્રા બ્રાન્ચમાં તેની પત્ની હર્ષિતાનું ખાતું છે . ફ્લીજ ઓપીસી પ્રાઇવેટ લિમિટેડ 10 મે, 2019ના દિવસે હર્ષિતાના ખાતામાં 40,000 ટ્રાન્સફર કર્યા હતા. 19 વર્ષ જૂના ખાતામાં ટ્રાન્સફર થવાવાળી આ સૌથી મોટી રકમ હતી. 19 સપ્ટેમ્બર સુધી ફ્લીજ મૂવીએ 23 વારમાં ૩૬.૬૦ લાખ રૂપિયા મોકલ્યા હતા. આ રકમ 40,000 – 60,000 અને 90,000માં મોકલવામાં આવી હતી. 1 જૂન, 2020માં અરવિંદની પત્નીના ખાતામાં સેલરીના નામ પર 4.80 લાખ ટ્રાન્સફર કરવામાં આવ્યા ત્યારે કોરોના કાળ હતો. આ બાદ ગત વર્ષ 22 ઑક્ટોબરે અરવિંદે 5,100 રૂપિયાનું ટેસ્ટિંગ અમાઉન્ટ હર્ષિતાના ખાતામાં મોકલ્યું હતું.