166
Join Our WhatsApp Community
અશ્લીલ ફિલ્મો બનાવવા અને મોબાઇલ એપ પર સ્ટ્રીમ કરવાના કેસમાં બિઝનેસમેન રાજ કુંદ્રાની મુશ્કેલી વધી છે
મુંબઇની કોર્ટે તેની ન્યાયિક અટાકયત વધારી દીધી છે. હવે રાજ કુંદ્રાને 27 જુલાઇ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે.
અગાઉ કોર્ટે રાજ કુંદ્રાને ત્રણ દિવસ પોલીસ કસ્ટડીમાં મોકલ્યો હતો.
મુંબઇ પોલીસે સાત દિવસની કસ્ટડી માંગી હતી પણ કોર્ટે મુંબઇ પોલીસને ચાર દિવસની કસ્ટડી આપી છે.
પોલીસે કોર્ટને કહ્યું કે, હજુ આ કેસમાં વધુ તપાસ હોવી જોઇએ અને પૂરાવા મળવાનાં બાકી છે તેથી તેમને વધુ સમય જોઇએ છે.
ઉલ્લેખનીય છે કે સોમવાર મોડી રાત્રે ક્રાઇમ બ્રાંચે રાજ કુંદ્રાની ધરપકડ કરી હતી, તેમની પર અશ્લીલ વીડિયો બનાવી એપ દ્વારા પ્રસારિત કરવા અને તેનો વેપાર કરવાના આરોપ છે.
ઝોમેટોની શૅરબજારમાં ધમાકેદાર એન્ટ્રી : ૫૩%ના જોરદાર પ્રીમિયમ સાથે લિસ્ટ થયો, જાણો વિગત
You Might Be Interested In