News Continuous Bureau | Mumbai
Shivangi joshi: શિવાંગી જોશી અને મોહસીન ખાન સિરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ માં જોવા મળ્યા હતા. મીડિયા રિપોર્ટ મુજબ શિવાંગી અને મોહસીન એકબીજા ને ડેટ કરતા હતા. પરંતુ ત્યારબાદ બંને ના બ્રેકઅપ ના સમાચાર પણ સામે આવ્યા હતા. લોકો ને આ જોડી ખુબ પસંદ આવી હતી.શિવાંગી અને મોહસીન એ યે રિશ્તા છોડતા તેમના ચાહકો નિરાશ થયા હતા. ચાહકોએ વારંવાર રાજન શાહીને ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં મોહસીન અને શિવાંગીને પાછા લાવવા ની વિનંતી કરી હતી. હવે લાંબા સમય બાદ મોહસીન ખાન અને શિવાંગી જોશી ને એકસાથે જોયા બાદ ચાહકો ખુશીથી ઝૂમી ઉઠ્યા છે.
આ સમાચાર પણ વાંચો: Nick jonas: પ્રિયંકા ચોપરા નો પતિ નિક જોનાસ આવ્યો આ બીમારી ની ચપેટમાં, પોસ્ટ શેર કરી કહી આવી વાત
શિવાંગી જોશી અને મોહસીન ખાન સાથે જોવા મળ્યા
રાજન શાહીએ થોડા સમય પહેલા તેના ઇન્સ્ટા સ્ટોરી પર શિવાંગી જોશી અને મોહસીન ખાન સાથે ની તેની એક તસવીર પોસ્ટ કરી હતી. જેમાં રાજન શાહી શિવાંગી અને મોહસીન ની વચ્ચે ઉભા છે.આ તસવીર જોયા બાદ લોકો રાજન શાહીને સતત સવાલો પૂછી રહ્યા છે. એક યુઝરે પૂછ્યું છે કે, ‘શું શિવાંગી અને મોહસીન ફરી સાથે આવવાના છે?’ લોકો તો એવું પણ અનુમાન લગાવી રહ્યા છે કે રાજન શાહી શિવાંગી અને મોહસીન ને લઈને એક શો બનાવી રહ્યા છે.
રાજન શાહીએ હજુ સુધી શિવાંગી-મોહસીન ની તસવીર પર લોકોની પ્રતિક્રિયા પર કંઈ કહ્યું નથી.