120 Bahadur: જાણો કેમ! ‘120 બહાદુર’ ફિલ્મને રાજસ્થાનમાં ટેક્સ ફ્રી કરવાની માંગ થઈ, વિધાન સભ્યએ શું દલીલ આપી?

120 Bahadur: મેજર શૈતાનસિંહ ભાટી અને 120 જવાનોની શૌર્યગાથા પર આધારિત ફિલ્મ, રાષ્ટ્રભક્તિ જાગૃત કરનાર પ્રયાસ

by Zalak Parikh
Rajasthan MLA Urges CM to Make ‘120 Bahadur’ Tax-Free, Film Honors Major Shaitan Singh’s Bravery

News Continuous Bureau | Mumbai

120 Bahadur: ફરહાન અખ્તર અભિનિત ‘120 બહાદુર’ ફિલ્મ 21 નવેમ્બર 2025ના રોજ રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મ 1962ના ભારત-ચીન યુદ્ધ દરમિયાન રેજાંગ લાની ઐતિહાસિક લડાઈ પર આધારિત છે. રાજસ્થાનના શિયો વિધાનસભા ક્ષેત્રના વિધાનસભ્ય રવિન્દ્રસિંહ ભાટીએ મુખ્યમંત્રી ભજનલાલ શર્માને પત્ર લખીને રાજ્યમાં ફિલ્મને ટેક્સ ફ્રી કરવાની માંગ કરી છે.

આ સમાચાર પણ વાંચો : KSBKBT 2 Spoiler: ‘કયુંકી સાસ ભી કભી બહુ થી 2’માં આવશે મોટો ટ્વીસ્ટ, શું ખરેખર મિહિર ની સામે ખુલશે રણવિજય ની પોલ?

વિધાનસભ્યે શું કહ્યું?

પત્રમાં ભાટીએ લખ્યું કે “આ ફિલ્મ માત્ર મનોરંજન નહીં, પણ રાષ્ટ્રભક્તિની પ્રેરણા છે. નવી પેઢીને આપણા જવાનોના બલિદાન વિશે જાણવાની તક મળશે.” તેમણે CMને વિનંતી કરી કે “રાજ્ય સરકાર આ પ્રયાસને ટેકો આપે અને ફિલ્મને ટેક્સ ફ્રી જાહેર કરે.” ફિલ્મમાં ફરહાન અખ્તર મેજર શૈતાનસિંહ ભાટીનો રોલ ભજવી રહ્યા છે. 13 કુમાઉ રેજિમેન્ટના 120 જવાનો 3000 ચીની સૈનિકો સામે લડ્યા હતા. ફિલ્મમાં રાશી ખન્ના અને અમિતાભ બચ્ચનના નેરેશન પણ છે.


ફિલ્મનું દિગ્દર્શન રજનીશ રેઝી ઘઈએ કર્યું છે અને નિર્માણ રિતેશ સિધવાણી, ફરહાન અખ્તર અને અમિત ચંદ્રાએ કર્યું છે. ટ્રેલરમાં ફરહાન કહે છે – “હું પાછળ નહીં હટું,” જે શૌર્ય અને ત્યાગની ભાવનાને દર્શાવે છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More