News Continuous Bureau | Mumbai
Rinke khanna દરરોજ હજારો લોકો કલાકાર બનવાના સપના સાથે મનોરંજન ઉદ્યોગમાં પ્રવેશ કરે છે. આમાંથી કેટલાક ના સપના સાકાર થાય છે. જ્યારે કેટલાક અધૂરા સપના સાથે ઇન્ડસ્ટ્રી છોડી દે છે. રિંકી ખન્ના પણ આ થોડા સ્ટાર્સ માંથી એક છે. રિંકી રાજેશ ખન્ના અને ડિમ્પલ કાપડિયાની નાની દીકરી છે, જેણે 1999માં ‘પ્યાર મેં કભી કભી’થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. બોલિવૂડમાં જોરદાર ડેબ્યૂ કર્યા બાદ આજે તે ઈન્ડસ્ટ્રીથી દૂર છે.
ફિલ્મ ઇન્ડસ્ટ્રી માંથી ગાયબ છે રિંકી ખન્ના
‘પ્યાર મેં કભી કભી’થી ડેબ્યૂ કરનાર રિંકીએ પોતાની એક્ટિંગ કરિયરમાં માત્ર 9 ફિલ્મો જ કરી હતી.અથવા એમ કહી શકાય કે 5 વર્ષમાં રિંકીને 9 વખત સ્ક્રીન પર ચમકવાનો મોકો મળ્યો. પરંતુ દરેક વખતે તે દર્શકોને સિનેમા હોલ તરફ આકર્ષવામાં નિષ્ફળ રહી. રિંકી છેલ્લે 2004માં આવેલી ફિલ્મ ‘ચમેલી’માં જોવા મળી હતી. બેક ટુ બેક ફ્લોપ ફિલ્મોના કારણે તેણે પોતાની જાતને એક્ટિંગથી દૂર કરી લીધી. 2003માં તેણે બિઝનેસમેન સમીર સરન સાથે લગ્ન કર્યા અને અંગત જીવનમાં સેટલ થઈ ગઈ . એક બિઝનેસમેન સાથે લગ્ન કર્યા બાદ તે ભારત છોડીને યુકે શિફ્ટ થઈ ગઈ હતી. લગ્ન બાદ તેમને બે બાળકો છે. રિંકી એક પુત્રી અને એક પુત્રની માતા છે.
આ સમાચાર પણ વાંચો : Rocky aur rani kii prem Kahaani રણવીર-આલિયા ને લાગ્યો આંચકો, તમિલરોકર્સ સહિત આ વેબસાઈટ પર લીક થઇ રોકી ઔર રાની કી પ્રેમ કહાની
રિંકી ખન્ના નું અંગત જીવન
લગ્ન બાદ રિંકી તેના પરિવાર સાથે ગ્લેમરની દુનિયાથી દૂર સુખી જીવન જીવી રહી છે. તે પરિવારને મળવા મુંબઈ આવતી રહે છે. થોડા મહિનાઓ પહેલા, અક્ષય-ટ્વિંકલના પુત્ર આરવ સાથે રિંકની પુત્રી નાઓમિકા ની તસવીરો વાયરલ થઈ હતી. ટ્વિંકલ ઘણીવાર તેની નાની બહેન સાથેના ફોટા પણ ઈન્સ્ટાગ્રામ પર શેર કરે છે. બંને બહેનો ઘણા પ્રસંગોએ સાથે જોવા મળી છે.રિંકીએ ઇન્ટરનેટની દુનિયામાં સોશિયલ મીડિયાથી અંતર બનાવી રાખ્યું છે. તેથી જ હવે તે કેવા પ્રકારની જીવનશૈલી જીવે છે તે કહેવું મુશ્કેલ છે. રિંકીની જેમ તેની પુત્રી નાઓમિકા પણ ખૂબ જ સુંદર છે. બોલીવુડ ઉપરાંત અભિનેત્રીએ તમિલ ફિલ્મોમાં પણ પોતાનું નસીબ અજમાવ્યું હતું. તે 2001માં તમિલ ફિલ્મ ‘મજુનુ’માં જોવા મળી હતી. જોકે, તે તમિલ ઈન્ડસ્ટ્રીમાં પણ વધુ કામ કરી શકી નહોતી.