ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 12 ઑક્ટોબર, 2021
મંગળવાર
બૉલિવુડના પ્રખ્યાત અભિનેતા રાજેશ ખન્નાએ પોતાની ફિલ્મો અને પોતાની શૈલીથી હિન્દી સિનેમામાં જબરદસ્ત ઓળખ બનાવી છે. તેમને હિન્દી સિનેમાના 'ફર્સ્ટ સુપરસ્ટાર' તરીકે પણ ઓળખવામાં આવતા હતા. રાજેશ ખન્નાએ વર્ષ 1973માં બૉલિવુડ અભિનેત્રી ડિમ્પલ કાપડિયા સાથે લગ્ન કર્યાં હતાં, પરંતુ જ્યારે તેણે પોતાનાં લગ્નની જાહેરાત કરી ત્યારે સામાન્ય લોકો તેમ જ મુમતાઝા જેવા બૉલિવુડ સ્ટાર્સને આશ્ચર્ય થયું. આ ખુલાસો ખુદ મુમતાઝે પોતાના ઇન્ટરવ્યૂમાં કર્યો હતો.
મુમતાઝે ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તેને રાજેશ ખન્ના ડિમ્પલ કાપડિયા સાથે લગ્ન કરવાની અપેક્ષા નહોતી, તેથી તે આ સમાચારથી ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. રાજેશ ખન્ના વિશે વાત કરતાં મુમતાઝે કહ્યું હતું કે "રાજેશ ખન્નાના જીવનમાં લગભગ 10 વર્ષ સુધી એક મહિલા હતી, જેનું નામ અંજુ મહેન્દ્રુ છે. અમે બધાંએ વિચાર્યું કે કાકા તેની સાથે લગ્ન કરશે." રાજેશ ખન્ના વિશે વાત કરતાં મુમતાઝે વધુમાં કહ્યું હતું કે, "પરંતુ એક સવારે રાજેશ ખન્નાએ જાહેરાત કરીને બધાને આશ્ચર્યચકિત કર્યા કે તે ડિમ્પી (ડિમ્પલ કાપડિયા) સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે." તમને જણાવી દઈએ કે રાજેશ ખન્ના અને અંજુ મહેન્દ્રુ માત્ર એકબીજાને પ્રેમ જ નહોતાં કરતાં, પરંતુ એકબીજાના ખૂબ સારા મિત્રો પણ હતા.
રાજેશ ખન્ના વિશે એવું પણ કહેવામાં આવે છે કે અંજુ મહેન્દ્રુએ તેમના સંઘર્ષના દિવસોમાં તેમને સૌથી વધુ ટેકો આપ્યો હતો. બંને 1966થી 1972 સુધી લિવ-ઇન રિલેશનશિપમાં હતાં, પરંતુ બ્રેકઅપ બાદ બંને વચ્ચે એટલો અણબનાવ થયો કે લગ્ન સમયે અભિનેતાએ અંજુ મહેન્દ્રુના ઘરની સામેથી તેમના લગ્નનું સરઘસ પણ કાઢયું હતું. તેના એક ઇન્ટરવ્યૂમાં અંજુ મહેન્દ્રુએ કહ્યું હતું કે રાજેશ ખન્ના તેની સાથે લગ્ન કરવા માગતા હતા, પરંતુ તે તેમના બદલાતા વર્તન અને રૂઢિવાદી વિચારોને કારણે તેઓ તેમની સાથે લગ્નના બંધનમાં બંધાવા માગતાં ન હતાં. તેણે આ વિશે કહ્યું હતું, “જો હું ક્યારેય સ્કર્ટ પહેરું તો તેઓ કહેતાં કે તે સાડી કેમ નથી પહેરી? જ્યારે હું સાડી પહેરતી ત્યારે તેઓ કહેતા કે તું ભારતીય મહિલાના દેખાવને આટલો બધો પ્રચાર કેમ કરી રહી છે?