ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
25 ડિસેમ્બર 2020
70 વર્ષના રજનીકાંતને હૈદરાબાદની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાઈ બ્લડ પ્રેશરની ફરિયાદ બાદ શુક્રવારે સવારે તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાયા હતા. ભૂતકાળમાં, રજનીકાંતની ફિલ્મ અન્નાથેના સેટ પર ક્રૂના સાત સભ્યોને કોવિડ 19 થી ચેપ લાગ્યો હતો. રજનીકાંતનું પણ કોવિડ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જે નેગેટિવ આવ્યું હતું. પરંતુ ઘણાં સમયથી તેમનું બ્લડ પ્રેશર વધઘટ કરતું હતું. હાઈ બ્લડ પ્રેશર અને થાકને કારણે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.
એપોલો હોસ્પિટલે રજનીકાંતની તબિયત વિશે માહિતી આપતા એક નિવેદન બહાર પાડ્યું છે. હોસ્પિટલે કહ્યું કે તેમનામાં કોવિડ 19 ના લક્ષણો નથી. પરંતુ જ્યાં સુધી તેમનું બ્લડ પ્રેશર સામાન્ય નહીં આવે ત્યાં સુધી તે ડોકટરોની દેખરેખ હેઠળ રહેશે. સ્થિતિ સુધરતાં તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે. રજનીકાંતની તબિયત વિશે ચાહકોને જાણ થતાં જ તેમના માટે ઠેર ઠેર પ્રાર્થના કરી રહયાં છે.
