News Continuous Bureau | Mumbai
Rajkumar hirani Dunki: વર્ષ 2023 શાહરુખ ખાન માટે લકી સાબિત થયું છે. કિંગ ખાન ની બંને ફિલ્મો પઠાણ અને જવાન સુપરહિટ થઇ છે. હવે ચાહકો ફિલ્મ ડંકી ની રાહ જોઈ રહ્યા છે. ગઈકાલે ફિલ્મ નું નવું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું હતું. અગાઉ એવા અહેવાલ હતા કે ફિલ્મ ડંકી 22 ડિસેમ્બરે રિલીઝ થશે. હવે ફિલ્મ ની રિલીઝ ને લઇ ને અપડેટ સામે આવ્યું છે. હવે ગઈકાલે રાજકુમાર હિરાનીએ નવા પોસ્ટર સાથે પુષ્ટિ કરી છે કે ડંકી ફિલ્મ 21 ડિસેમ્બરે વિશ્વભરમાં રિલીઝ થશે.
રાજકુમાર હીરાની એ પોસ્ટ કર્યું ડંકી નું પોસ્ટર
શાહરુખ ખાન ની ફિલ્મ ડંકી નું ટીઝર રિલીઝ થઇ ચૂક્યું છે. હવે આજે ફિલ્મ નું બીજું ટીઝર અને ફિલ્મ નું પહેલું ગીત રિલીઝ થવાનું છે. હવે રાજકુમાર હીરાની એ ફિલ્મ નું નવું પોસ્ટર શેર કરતા લખ્યું છે કે, ‘ડંકી ડ્રોપ 2 આ -લુટ પુટ ગયા ગીત આવતીકાલે રિલીઝ થશે. ડંકી 21મી ડિસેમ્બર 2023ના રોજ વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થશે.
When Hardy looks at Manu, all we see is love…#DunkiDrop2 – #LuttPuttGaya song out tomorrow!#Dunki releasing worldwide in cinemas on 21st December, 2023 pic.twitter.com/I1xqiE3GdI
— Rajkumar Hirani (@RajkumarHirani) November 21, 2023
તમને જણાવી દઈએ કે, ફિલ્મ ડંકી થી રાજકુમાર હીરાની અને શાહરુખ ખાન પહેલીવાર સાથે કામ કરી રહ્યા છે. તેમજ આ ફિલ્મ માં શાહરુખ ખાન અને તાપસી પન્નુ પણ પહેલીવાર સાથે જોવા મળશે.
આ સમાચાર પણ વાંચોઃ Shahrukh khan dunki: શાહરુખ ખાન ના ફેન્સ માટે સારા સમાચાર, આ દિવસે રિલીઝ થશે ફિલ્મ ડંકી નું પહેલું ગીત
