Site icon

Munnabhai 3: શું મુન્નાભાઈ નો ત્રીજો ભાગ લાવશે રાજકુમાર હીરાની? ડંકી નિર્દેશકે આ ઉપર આપ્યું અપડેટ

Munnabhai 3: ફિલ્મ નિર્દેશક રાજકુમાર હીરાની ની ફિલ્મ મુન્નાભાઈ ના અત્યારસુધી બે પાર્ટ આવી ચુક્યા છે હવે રાજકુમાર હીરાની એ મુન્નાભાઈ ના ત્રીજા પાર્ટ પર અપડેટ આપ્યું છે.

rajkumar hirani wants to make munna bhai 3

rajkumar hirani wants to make munna bhai 3

News Continuous Bureau | Mumbai

Munnabhai 3: રાજકુમાર હીરાની તેમની ફિલ્મ ડંકી ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મ ને દર્શકો તરફ થી મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. જોકે આ ફિલ્મ હિટ ફિલ્મો ની કેટેગરીમાં સામેલ થઇ ગઈ છે.ડંકી પહેલા રાજકુમાર હીરાની એ ઘણી હિટ ફિલ્મો આપી છે જેમાં મુન્નાભાઈ સૌથી મોખરે આવે છે. આ ફિલ્મ ના અત્યારસુધી બને પાર્ટ બની ચુક્યા છે એક મુન્નાભાઈ એમબીબીએસ અને લગેરહો મુન્નાભાઈ આ બંને ફિલ્મો માં સંજય દત્ત મુખ્ય ભૂમિકામાં હતો હવે રાજકુમાર હીરાની એ મુન્નાભાઈ ના ત્રીજા પાર્ટ પર અપડેટ આપ્યું છે. 

Join Our WhatsApp Community

 

મુન્નાભાઈ ના ત્રીજા પાર્ટ પર રાજકુમાર હીરાની એ આપ્યું અપડેટ

મીડિયા સાથેની વાતચીત દરમિયાન રાજકુમાર હીરાની એ મુન્નાભાઈ ના ત્રીજા પાર્ટ વિશે કહ્યું,”મુન્નાભાઈ સાથે અમારો સંઘર્ષ એ રહ્યો છે કે છેલ્લી બે ફિલ્મો એટલી સારી બની છે કે મારી પાસે હજુ પણ 5 અર્ધ-લિખિત સ્ક્રિપ્ટો પડી છે. મને લાગે છે કે જો હું એ બે ફિલ્મોના સ્તરે નહીં પહોંચી શકું તો હું ત્રીજી ફિલ્મ નહીં કરી શકું. મારી પાસે એક વાર્તા છે જે બની શકે છે, પરંતુ કેટલીક વાર્તાઓ જૂની થઈ જાય છે, તેથી સમય જ કહેશે.”

આ સમાચાર પણ વાંચો : Vijay sethupathi: ફિલ્મ અભિનેતા નહીં પરંતુ આ ફિલ્ડ માં કામ કરવા માંગતો હતો વિજય સેતુપતિ, એક ઇન્ટરવ્યૂ દરમિયાન અભિનેતા એ કર્યો ખુલાસો

રાજકુમાર હીરાની એ વધુમાં જણાવ્યું કે, “હું ઘણીવાર સંજુ (સંજય દત્ત) સાથે વાત કરું છું. તે કહે છે કે એક બનાવવી જોઈએ. હવે આ ડંકી પૂરી થઈ ગઈ છે, હવે હું જૂની વાર્તાઓનો ખજાનો ખોલીશ. મને લાગે છે કે વધુ એક મુન્નાભાઈ બનવી જોઈએ પરંતુ ક્યારે તે ખબર નથી.”

Assi Movie Review: શું ‘અસ્સી’ તમારા વિચારો બદલી નાખશે? તાપસી પન્નુની એક્ટિંગ જોઈ રૂંવાડા ઉભા થઈ જશે; જાણો કેમ આ ફિલ્મ સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે
Abhishek Bachchan Interview: પિતા અમિતાભ અને પુત્રી આરાધ્યા માટે અભિષેક બચ્ચને કહી આ ખાસ વાત
The Kerala Story 2 Trailer Release: ધ કેરળ સ્ટોરી ૨: ટ્રેલર રિલીઝ થતા જ સોશિયલ મીડિયા પર ગરમાવો! નવી વાર્તા, નવો ખુલાસો અને એ જ ભયાનક વાસ્તવિકતા; શું ફરી સર્જાશે વિવાદ?
Salim Khan Health Update: સલીમ ખાનને શ્વાસની તકલીફ બાદ ICUમાં ખસેડાયા, હોસ્પિટલ પહોંચ્યો સલમાન ખાન અને આખો પરિવાર
Exit mobile version