ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 4 ઑક્ટોબર, 2021
સોમવાર
રાજકુમાર રાવનો જન્મ હરિયાણાના ગુરુગ્રામમાં થયો હતો. તેના પિતા સત્યપાલ યાદવ મહેસૂલ વિભાગમાં નોકરી કરતા હતા. તેમજ તેની માતા કમલેશ યાદવ ગૃહિણી હતી. કૉલેજ દરમિયાન જ રાજકુમાર રાવ થિયેટર સાથે જોડાયેલો હતો. આ પછી તેણે ફિલ્મ ઍન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયામાં ઍડમિશન લીધું. રાજકુમાર રાવ મધ્યમ વર્ગના પરિવારથી હતો.
એક મીડિયા હાઉસ સાથેની વાતચીતમાં રાજકુમાર રાવે જણાવ્યું હતું કે બે વર્ષથી તેના શિક્ષકો શાળાની ફી ચૂકવતા હતા. રાજકુમાર રાવે શાળામાં શિક્ષક તરીકે પણ કામ કર્યું છે. રાજકુમાર રાવે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે ગુડગાંવ સેક્ટર 14માં કે. વી. પબ્લિક સ્કૂલ નામની શાળામાં પ્રવેશ મેળવ્યો, પછી તેના વાર્ષિક દિવસની ઉજવણી માટે એક નાટક કર્યું. હું ત્યાં ત્રણ મહિના રહ્યો.
રાજકુમાર રાવે ફિલ્મ ‘લવ સેક્સ ઔર ધોકા’થી ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મ માટે તેને 16 હજાર રૂપિયા મળ્યા હતા. મીડિયા રિપૉર્ટ્સ અનુસાર રાજકુમાર રાવ હવે એક ફિલ્મ માટે ચારથી પાંચ કરોડ રૂપિયા લે છે. નેટવર્થની વાત કરીએ તો રાજ કુમાર રાવ પાસે લગભગ છ મિલિયન ડૉલર એટલે કે 43 કરોડ રૂપિયા છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો રાજકુમાર રાવ હવે ‘બધાઇ હો’ સિક્વલ ‘બધાઇ હો 2’ માં જોવા મળશે.