185
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
11 જાન્યુઆરી 2021
રજનીકાંત એટલે દક્ષિણ ભારતીય ફિલ્મોના સુપરસ્ટાર.. જેને લોકો ભગવાન તરીકે પૂજે છે. પરંતું તેમના ચાહકો આજકાલ જે કરી રહયાં છે, તેને કરણે રાજનીકાંતને દુઃખ પહોંચ્યું છે. તેમના ચાહકો સમર્થકોએ રવિવારે ચેન્નાઇમાં તેમને રાજકારણમાં જોડાવાની માંગ સાથે એક પ્રદર્શન કર્યું હતું.
આ પ્રદર્શન બાદ રજનીકાંતે ચાહકોને અપીલ કરી છે કે તેઓ તેમના નિર્ણય સામે વિરોધ ન કરે. નોંધનીય છે કે ગયા વર્ષના ડિસેમ્બરમાં રજનીકાંતે ઉંમર અને આરોગ્યનાં કારણે રાજકારણમાં પ્રવેશવાની યોજનાઓને રદ કરી, પોતાના અનુયાયીઓને નિરાશ કર્યા, જેઓ વર્ષોથી તેમના રાજકારણમાં આવવાની રાહ જોતા હતા.
સુપરસ્ટાર રજનીકાંતે સોમવારે કહ્યું કે તેઓ પોતાનું મન બનાવી ચૂક્યા છે અને તેઓ રાજકારણમાં ક્યારેય પ્રવેશ કરશે નહીં. કારણકે ડોક્ટરોએ તેમને પૂરતા આરામની સલાહ આપી છે.
You Might Be Interested In