Site icon News Continuous Bureau | Mumbai

Rajpal Yadav in Trouble: રાજપાલ યાદવને હાઈકોર્ટે જેલ જવાનો આદેશ આપ્યો, અભિનેતાની બચવાની તમામ કોશિશો નિષ્ફળ

Rajpal Yadav in Trouble: ચેક બાઉન્સ કેસમાં કોર્ટે ફટકારી ફટકાર; એક અઠવાડિયાની મહોલતની માંગ ફગાવી, મુરલી પ્રોજેક્ટ્સ સાથેના 5 કરોડના વિવાદમાં ફસાયા અભિનેતા

Rajpal Yadav in Trouble: Delhi HC Refuses Relief in Cheque Bounce Case

Rajpal Yadav in Trouble: Delhi HC Refuses Relief in Cheque Bounce Case

News Continuous Bureau | Mumbai

Rajpal Yadav in Trouble: અભિનેતા રાજપાલ યાદવની મુશ્કેલીઓ હવે ચરમસીમાએ પહોંચી છે. ચેક બાઉન્સના જૂના કેસમાં આત્મસમર્પણ કરવાના આદેશમાં રાહત મેળવવા માટે તેમણે દિલ્હી હાઈકોર્ટમાં  અરજી કરી હતી, પરંતુ કોર્ટે તેમને કોઈ પણ પ્રકારની રાહત આપવાનો ઈનકાર કર્યો છે. જસ્ટિસ એ તેમની અરજી ફગાવી દેતા જણાવ્યું હતું કે અગાઉના આદેશ મુજબ રાજપાલે 4 ફેબ્રુઆરીએ સરન્ડર કરવું પડશે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો :  Dhurandhar 2 Teaser Out: ‘ધુરંધર 2’ નું ધાંસુ ટીઝર રિલીઝ: “આ નવું હિન્દુસ્તાન છે…”, રણવીર સિંહનો રૌદ્ર અવતાર જોઈને ફેન્સના રુંવાડા ઉભા થઈ ગયા

કોર્ટે આપ્યો આદેશ 

કોર્ટે ટિપ્પણી કરી હતી કે નરમાશ બતાવવાનું હવે કોઈ કારણ નથી. સુનાવણી દરમિયાન રાજપાલ યાદવના વકીલે દલીલ કરી હતી કે જો એક અઠવાડિયાનો સમય મળે તો તેઓ નાણાંની ચુકવણી કરી દેશે. વકીલે એવો પણ દાવો કર્યો હતો કે રાજપાલે 50 લાખની વ્યવસ્થા કરી લીધી છે અને તેઓ આવતીકાલે તે નાણાં જમા કરાવી દેશે, પરંતુ કોર્ટે આ દલીલો સ્વીકારી નહોતી.હાઈકોર્ટે અગાઉની સુનાવણીમાં રાજપાલ યાદવના વર્તન અંગે કડક નારાજગી વ્યક્ત કરી હતી. કોર્ટે કહ્યું હતું કે રાજપાલે અગાઉ પણ અનેકવાર કોર્ટને વચનો આપ્યા હતા પરંતુ તે પૂરા કર્યા નથી. કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે તેઓ કોઈ મોટા અપરાધી નથી તેમ માનીને અગાઉ સજા પર કામચલાઉ સ્ટે  આપવામાં આવ્યો હતો, પરંતુ તેમણે વારંવાર સમય માંગવા છતાં નાણાં પરત કર્યા નથી. હવે તેમની પાસે જેલ જવા સિવાય બીજો કોઈ વિકલ્પ બચ્યો નથી.


આ સમગ્ર વિવાદ ‘મુરલી પ્રોજેક્ટ પ્રાઈવેટ લિમિટેડ’  નામની કંપની સાથે જોડાયેલો છે. કંપનીનો આરોપ છે કે તેમણે 2010માં રાજપાલ યાદવની કંપનીને એક ફિલ્મ પૂર્ણ કરવા માટે  5 કરોડ ઉધાર આપ્યા હતા. કરાર મુજબ રાજપાલે વ્યાજ સહિત 8 કરોડ પરત કરવાના હતા. જ્યારે નાણાં પરત કરવાની વાત આવી ત્યારે રાજપાલે જે ચેક આપ્યા હતા તે બાઉન્સ થઈ ગયા હતા. ટ્રાયલ કોર્ટે આ મામલે રાજપાલને 6 મહિનાની જેલની સજા સંભળાવી હતી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

OTT Releases This Week આ અઠવાડિયે ઓટીટી પર મનોરંજનનો ધમાકો, નેટફ્લિક્સ, પ્રાઇમ વિડિઓ અને જિઓહોટસ્ટાર પર રિલીઝ થશે આ શાનદાર મૂવીઝ અને વેબ સિરીઝ
Lalit Modi Bigg Boss 20 શું સલમાન ખાનના શો ‘બિગ બોસ ૨૦’ માં દેખાશે લલિત મોદી? આઈપીએલ ફાઉન્ડરે આપ્યો આ જવાબ..
Shraddha Arya Gaurav Khanna Show નવી જોડી ધમાકો કરવા તૈયાર! ગૌરવ ખન્ના અને શ્રદ્ધા આર્થા દેખાશે આગામી ટીવી શોમાં
Ananya Raj Passes Away નિધન પછી ૧ મહિને થયો અભિનેત્રીના મોતનો ખુલાસો, માત્ર ૨૭ વર્ષની વયે દુનિયાને અલવિદા કહી ગઈ અનન્યા રાજ
Exit mobile version