News Continuous Bureau | Mumbai
સ્ટેન્ડઅપ કોમેડિયન(Standup comedian) રાજુ શ્રીવાસ્તવ(Raju Shrivastav) ગત 6 દિવસથી દિલ્હી એઇમ્સ(Delhi AIIMS)માં દાખલ છે. કોમેડિયનના સ્વાસ્થ્ય (Health) પર સતત ડોક્ટરોની ટીમ(DOctor team) નજર રાખી રહી છે. તો કોમેડિયનના ફેન્સ પણ રાજુ શ્રીવાસ્તવની તબિયત(Health update)ને લઈને ખૂબ પરેશાન છે. આ વચ્ચે રાજૂ શ્રીવાસ્તવના સ્વાસ્થ્યને લઈને જે અપડેટ સામે આવ્યું છે, તેનાથી તેના ફેન્સને ચિંતા વધી શકે છે. એક્ટરની એમઆરઆઈ રિપોર્ટ(MRI report) આવી ગયો છે, જેમાં કોમેડિયનના મગજના ભાગમાં ઈજાના નિશાન જોવા મળ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ઇજા મગજમાં ઓક્સીજન ન પહોંચવાને કારણે થઈ છે.
રાજૂ શ્રીવાસ્તવ(Raju Shrivastav)નું લેટેસ્ટ હેલ્થ અપડેટ(latest health update) તેના એમઆરઆઈ રિપોર્ટ સાથે જોડાયેલું છે. શુક્રવારે મોડી સાંજે તેને વેન્ટિલેટર રૂમથી એમઆરઆઈ માટે લાવવામાં આવ્યા હતા. જેનો રિપોર્ટ આવી ગયો છે અને તેમાં એક્ટરના માથાના સૌથી ઉપરના ભાગના બ્રેન પાર્ટમાં ઘણા નિશાન મળ્યા છે. ડોક્ટર આ નિશાનને ઈજા ગણાવી રહ્યાં છે. મગજમાં યોગ્ય રીતે ઓક્સિજનની સપ્લાય ન પહોંચતા આ નિશાન જોવા મળ્યા છે. આ નિશાનને સામાન્ય કરવા માટે ડોક્ટર આગળની સારવાર કરશે. રાજૂ શ્રીવાસ્તવની રિકવરી ખુબ ધીમી થઈ રહી છે. ડોક્ટરો અનુસાર તેને ભાનમાં આવતા આશરે એક-બે સપ્તાહ લાગી જશે.
આ સમાચાર પણ વાંચો : સોનમ, આલિયા બાદ હવે બોલીવુડની આ અભિનેત્રી બનવા જઈ રહી છે માતા- બેબી બમ્પની તસવીરો કરી શેર- જુઓ ફોટોગ્રાફ
ડોક્ટરો અનુસાર એમઆરઆઈ રિપોર્ટ(MRI Report)માં મગજના એક ભાગમાં જોવા મળી રહ્યું છે કે નિશાન ઈજા થવાને કારણે આવ્યા નથી. આ આશરે ૨૫ મિનિટ સુધી ઓક્સીજનની સપ્લાય રોકાવાને કારણે થયું છે. આ રિપોર્ટ અનુસાર રાજૂ શ્રીવાસ્તવના મગજના નિચલા ભાગને ઓછું નુકસાન થયું છે. આ કારણે તેના શરીરના કેટલાક ભાગમાં હરકત જોવા મળી રહી છે. જેમાં હાથ અને પગ, આંખના પાપણ અને ગળામાં કેટલીક હરકત થઈ રહી છે.