Site icon

રાખી એ એકઠા કર્યા પતિ આદિલની બેવફાઈ ના પુરાવા, કેમેરા સામે રડતી મળી જોવા અભિનેત્રી

તાજેતર માં જ રાખી સાવંત નો એક વિડીયો વાયરલ થયો હતો જેમાં તે પોતાના લગ્ન બચાવવા માંગતી હતી. હવે રાખી ના ઘણા વિડીયો વાયરલ થઇ રહ્યા છે જેમાં તે તેના પતિ આદિલ પર છેતરપિંડી નો આરોપ લગાવી રહે છે.

rakhi sawant accused adil khan having extramarital affair said i have all the proof against adil

રાખી એ એકઠા કર્યા પતિ આદિલની બેવફાઈ ના પુરાવા, કેમેરા સામે રડતી મળી જોવા અભિનેત્રી

News Continuous Bureau | Mumbai

રાખી સાવંતે તાજેતરમાં જ તેની માતા ગુમાવી છે અને હવે તેને તેના પતિની બેવફાઈ વિશે ખબર પડી રહી છે. રાખી સાવંતે મીડિયા સામે આવીને આદિલ ની છેતરપિંડી વિશે જણાવ્યું છે. હાલમાં જ તેના ઘણા વીડિયો સામે આવી રહ્યા છે. જેમાં તે દાવો કરી રહી છે કે આદિલનું અફેર તેની એક્સ ગર્લફ્રેન્ડ સાથે હજુ પણ ચાલી રહ્યું છે. આટલું જ નહીં રાખીએ એ પણ ખુલાસો કર્યો કે તેની પાસે આદિલ વિરુદ્ધ ઘણા પુરાવા છે. રાખી સાવંત તાજેતરમાં મીડિયા સામે આવી હતી અને તેણે ખુલાસો કર્યો હતો કે તેનું  લગ્ન જોખમમાં છે અને તે પોતાના લગ્નને બચાવવા માંગે છે. તેણે એમ પણ કહ્યું હતું કે લગ્ન કોઈ મજાક નથી, આ પછી રાખી ફરી સામે આવી છે અને પાપારાઝી ની સામે રડતી જોવા મળી છે.

Join Our WhatsApp Community

 

રાખી એ આદિલ પર લગાવ્યા આરોપ 

હાલમાં જ રાખી સાવંતના ઘણા વીડિયો સામે આવ્યા છે, જેમાં તે રડતી જોવા મળી રહી છે. રાખી કહે છે કે આદિલે તેની સાથે છેતરપિંડી કરી છે અને તેણે તેની ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડ ને હજુ સુધી બ્લોક કરી નથી. રાખીએ જણાવ્યું કે જ્યારે તે ‘બિગ બોસ મરાઠી’ માં દોઢ મહિના સુધી હતી ત્યારે આદિલે તેની સાથે છેતરપિંડી કરી હતી. જ્યારે તેને આ વિશે ખબર પડી તો લોકોએ કહ્યું કે આદિલ ને વધુ એક તક આપવી જોઈએ, પરંતુ તેણે આદિલને ઘણી તકો આપી અને તે સુધરી રહ્યો છે. રાખી એ આદિલ ને એવી ધમકી પણ આપી હતી કે તે સુધરે નહીંતર સારું નહીં થાય. રાખી સાવંત રડતી જોવા મળી રહી છે કે તે પોતાના લગ્ન બચાવવા માંગે છે.

રાખીની માતા ના નિધન બાદ આદિલે વધાર્યું અંતર 

તમને જણાવી દઈએ કે, 29 જાન્યુઆરીએ રાખી સાવંતની માતાનું અવસાન થયું હતું. તેની માતા લાંબા સમયથી કેન્સર જેવી ગંભીર બીમારી સામે ઝઝૂમી રહી હતી. તે સમયે આદિલ તેની સાથે હતો પરંતુ રાખી ની માતા ના  મૃત્યુ બાદ આદિલ રાખી સાથે જોવા મળ્યો નથી. તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે રાખી સાવંતે આદિલ સાથે લગ્ન કરવા માટે પોતાનો ધર્મ પણ બદલી નાખ્યો હતો. તેણે આઠ મહિના પહેલા આદિલ સાથે લગ્ન કર્યા હતા, પરંતુ તેના પતિની સલાહ પર જ રાખીએ આ વાત બધાથી ગુપ્ત રાખી હતી, પરંતુ હવે રાખીએ આખી દુનિયાને જણાવી દીધું છે કે તે પરિણીત છે.

Hrithik Roshan birthday special: પહેલી કમાણી માત્ર 100, આજે વર્ષે કમાય છે કરોડો! જાણો કેવી રીતે ઋતિક રોશને ઉભું કર્યું 3100 કરોડનું સામ્રાજ્ય
The Raja Saab: ‘ધ રાજા સાબ’ ના રિલીઝ દિવસે થિયેટરમાં જોવા મળ્યો અજીબ નજારો, પ્રભાસના ફેન્સ મગર લઈને પહોંચ્યા!જાણો વાયરલ વિડીયો ની હકીકત
The Raja Saab Movie Review: પ્રભાસનો સ્ટાઈલિશ લુક પણ નબળી વાર્તાને બચાવી શક્યો નહીં, દર્શકોની ધીરજની આકરી કસોટી કરતી ફિલ્મ
The Raja Saab Cast Fees: પ્રભાસનો મોટો ધડાકો! ‘રાજા સાબ’ માટે વસૂલી એટલી ફી કે બોલિવૂડના ખાન પણ રહી ગયા પાછળ, આંકડો જાણીને ચોંકી જશો
Exit mobile version