News Continuous Bureau | Mumbai
Rakhi sawant: બોલિવૂડ ની ડ્રામા ક્વીન રાખી સાવંત ને સુપ્રીમ કોર્ટ તરફ થી 440 વોલ્ટ નો ઝટકો લાગ્યો છે. રાખી સાવંતે આદિલ ખાન વિડીયો લીક કેસમાં બોમ્બે હાઇકોર્ટ માં આગોતરા જામીન ની અરજી કરી હતી. જે બોમ્બે હાઇકોર્ટે ફગાવી દીધી હતી. ત્યારબાદ રાખી સાવંતે સુપ્રીમ કોર્ટ નો દરવાજો ખટખટાવ્યો હતો અને અભિનેત્રી એ સુપ્રીમ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી, જેને કોર્ટે ફગાવી દીધી છે. હવે રાખી સાવંતે ચાર અઠવાડિયામાં નીચલી કોર્ટમાં સરેન્ડર કરવું પડશે.
આ સમાચાર પણ વાંચો : Rakhi sawant: રાખી સાવંત ની મુશ્કેલી વધી, બોમ્બે હાઈકોર્ટે એ ફગાવી દીધી અરજી, ધરપકડ માંથી બચવા અભિનેત્રી એ અપનાવ્યો આ રસ્તો, જાણો શું છે સમગ્ર મામલો
રાખી સાવંત ને ચાર અઠવાડિયા માં કરવું પડશે સરેન્ડર
ગઈકાલે રાખી સાવંત ની સુપ્રીમ કોર્ટ માં આગોતરા જામીન અરજી સંદર્ભે ની સુનાવણી કરવામાં આવી હતી. આ સુનાવણી માં કોર્ટે તેની અરજી ફગાવી દીધી હતી. આ સાથે જજે રાખી સાવંતને ચાર અઠવાડિયામાં નીચલી કોર્ટમાં સરેન્ડર કરવા કહ્યું છે, જો તે આમ નહીં કરે તો તેની ધરપકડ કરવામાં આવશે.
और करो झूठे केस.
The #SupremeCourtOfIndia rejected #RakhiSawant bail plea, so now she must #surrender within #four #weeks due to #FalseCases .#Bharat#India pic.twitter.com/4mPzAQ2Aa0
— भारतीय विवेक (@vivek_mandhare) April 22, 2024
રાખી પર તેના પૂર્વ પતિ આદિલ ખાને તેના અંગત અને અશ્લીલ વીડિયો લીક કરવાનો આરોપ લગાવ્યો હતો. આ સિવાય રાખીએ ઘણા ઈન્ટરવ્યુમાં આદિલ અને તેના અંગત જીવન વિશે પણ ખુલાસો કર્યો હતો. તેણે વિશ્વાસઘાત અંગે પોલીસમાં ફરિયાદ પણ કરી હતી.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)