News Continuous Bureau | Mumbai
બોલિવૂડની ડ્રામા ક્વીન રાખી સાવંત ક્યારેક પોતાના અંગત જીવન માટે તો ક્યારેક તેના નિવેદન ને લઇ ને સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. તાજેતરમાં અભિનેત્રીનો એક વીડિયો સામે આવ્યો છે. જેને જોઈને લોકો ચોંકી ગયા છે. વીડિયોમાં, રાખી સાવંત બ્લેક બ્રેલેટમાં કારમાંથી બહાર નીકળતી જોવા મળે છે અને જ્યારે તે મીડિયા ને જુએ છે, ત્યારે તે ઝડપથી કારમાં બેસી જાય છે. રાખીનો આ વીડિયો હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
રાખી સાવંત નો વિડીયો થયો વાયરલ
વીડિયોમાં જોઈ શકાય છે કે રાખી સૌથી પહેલા કારનો દરવાજો ખોલે છે અને નીચે ઉતરે છે ત્યારે પાપારાઝીને પોતાની સામે જોઈને રાખી નર્વસ થઈ જાય છે અને તરત જ કારમાં બેસી જાય છે. કારણ કે રાખી માત્ર બ્રેલેટ પહેર્યું હતું જયારે તે કાર માંથી બહાર નીકળી ત્યારે તેને ખબર પડે છે કે તે ટોપ પહેરવાનું ભૂલી ગઈ છે, ત્યારે અભિનેત્રી ઝડપથી કારમાં બેસી જાય છે અને નેટ વાળું ટોપ પહેરી લે છે. આ દરમિયાન, પાપારાઝી રાખીને કહે છે કે, ‘હે રાખી જી શરમાશો નહીં… તમે સારા દેખાઈ રહ્યા છો’. તો રાખી કહે છે કે તમે લોકો અહીં પણ પહોંચી ગયા છો…’ હવે રાખીના આ વીડિયો પર લોકો ઘણી પ્રતિક્રિયા આપી રહ્યા છે. કોઈ તેના વખાણ કરે છે તો કેટલાક વીડિયો લઈને તેની મજાક ઉડાવતા જોવા મળ્યા હતા. કોઈ તેને પૂછે છે કે તું આ બધું કેમ કરે છે.
View this post on Instagram
લગ્ન જીવન ને લઈને ચર્ચા માં છે રાખી
રાખી સાવંત છેલ્લા કેટલાક સમયથી તેના અંગત જીવનના કારણે ચર્ચામાં છે. બિગ બોસ મરાઠીમાંથી બહાર નીકળ્યા પછી, રાખી સાવંતે સોશિયલ મીડિયા પર લગ્નના કેટલાક ફોટા શેર કર્યા અને જાહેરાત કરી કે તેણે આદિલ દુર્રાની સાથે લગ્ન કર્યા છે. રાખી સાવંતે સાત મહિના સુધી પોતાના લગ્નને બધાથી ગુપ્ત રાખ્યા હતા. રસપ્રદ વાત એ છે કે આદિલ દુર્રાની સાથે લગ્ન કર્યા બાદ રાખી સાવંતે ઈસ્લામ ધર્મ અંગીકાર કર્યો છે.લગ્ન બાદ રાખી સાવંતે પોતાનું નામ ફાતિમા જાહેર કર્યું હતું. થોડા દિવસો પહેલા રાખી સાવંતે આદિલ દુર્રાની પર ઘણા ગંભીર આરોપ લગાવ્યા હતા. આ મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. આદિલ દુર્રાની હાલ જેલમાં છે.