Site icon

રાખી સાવંત ના પતિ આદિલ ખાન દુર્રાની ની થઇ ધરપકડ, અભિનેત્રીએ આ મામલે નોંધાવી હતી FIR

રાખી સાવંતે પતિ આદિલ દુર્રાની વિરુદ્ધ બિનજામીનપાત્ર FIR નોંધાવી છે. જે અંતર્ગત મંગળવારે સવારે આદિલની ઓશિવારા પોલીસ સ્ટેશનમાં અટકાયત કરવામાં આવી હતી. રાખીનો આરોપ છે કે આદિલે તેની સાથે મારપીટ કરી છે.

rakhi sawant filed complaint against husband adil durran and adil got custody

રાખી સાવંત ના પતિ આદિલ ખાન દુર્રાની ની થઇ ધરપકડ, અભિનેત્રીએ આ મામલે નોંધાવી હતી FIR

News Continuous Bureau | Mumbai

ડ્રામા ક્વીન રાખી સાવંત એક યા બીજા કારણોસર હેડલાઇન્સમાં રહે છે. ભૂતકાળમાં જ્યાં અભિનેત્રીની માતાનું નિધન થયું હતું, હવે તે પતિ આદિલ દુર્રાની સાથેના સંબંધોને લઈને ચર્ચામાં છે. હાલમાં જ રાખી સાવંતે પતિ આદિલ પર એક્સ્ટ્રા મેરિટલ અફેરનો આરોપ લગાવ્યો હતો, તો હવે તેણે તેના પર પૈસા અને દાગીનાની ચોરી કરવા સાથે ટોર્ચર કરવાનો આરોપ લગાવ્યો છે. સોમવારે અભિનેત્રીએ મુંબઈના ઓશિવારા પોલીસ સ્ટેશનમાં આદિલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આવી સ્થિતિમાં હવે પોલીસે આદિલની ધરપકડ કરી છે, આ વાતની પુષ્ટિ કરતા અભિનેત્રીએ ઓડિયો જાહેર કર્યો છે. આ સાથે રાખીએ કહ્યું કે આજે આદિલ તેને મારવા આવ્યો હતો, ત્યારબાદ જ તેણે પોલીસને જાણ કરી હતી.

Join Our WhatsApp Community


 

રાખી સાવંતે આદિલ પર લગાવ્યો ગંભીર આરોપ 

રાખી સાવંતે આદિલ પર ઘણા ગંભીર આરોપ લગાવ્યા છે. રાખીએ કહ્યું હતું કે જ્યારથી તે બિગ બોસ મરાઠીમાં ગઈ છે ત્યારથી આદિલ નું કોઈની સાથે એક્સ્ટ્રા-મેરિટલ અફેર છે અને તેની પાસે યુવતીની તસવીરો પણ છે. આ સાથે રાખીએ આરોપ લગાવ્યો કે આદિલના કારણે તેની માતાની યોગ્ય સારવાર થઈ શકી નથી. રાખી કહે છે કે આદિલ આજે તેને મારવા ઘરે આવ્યો હતો. તેણે ફોન કરીને કહ્યું કે તે તેને એક-બે મિનિટ માટે મળવા માંગે છે. રાખીએ ના પાડ્યા પછી પણ તે આવ્યો, જેથી રાખીએ પોલીસને જાણ કરી અને આદિલની ધરપકડ કરવામાં આવી.


 

રાખી સાવંતે ઓડિયો કલીપ ઘ્વારા આપી માહિતી 

રાખી સાવંતે આદિલ પર તેને હેરાન કરવાનો અને તેનો સીડી તરીકે ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો. રાખી સાવંતે એક નિવેદન જારી કરીને કહ્યું છે કે આદિલની ધરપકડ કરવામાં આવી છે અને તે પણ સ્ટેશન પર પહોંચી રહી છે. રાખીએ કહ્યું, ‘આદિલ ખાન દુર્રાની મને મારા ઘરે મળવા આવ્યો હતો જ્યાંથી તેની ધરપકડ કરવામાં આવી છે. આ કોઈ મીડિયા કે નાટક નથી. તેણે મારું જીવન બરબાદ કરી દીધું છે. તેઓએ મને માર માર્યો છે, મારા પૈસા લૂંટી લીધા છે, કુરાન પર હાથ રાખીને પણ મારી સાથે છેતરપિંડી કરી છે. સત્યને સમર્થન આપો, મેં તમામ પુરાવા આપ્યા છે.

Saiyara Movie Controversy: બોલિવૂડમાં ફરી સ્ક્રિપ્ટ ચોરીનો વિવાદ! સિંગર અમિત જાધવે ‘સૈયારા’ ના મેકર્સ પર લગાવ્યા ગંભીર આરોપ; જાણો શું છે આખી ઘટના.
LPG Crisis Hits Film City: બોલિવૂડ પર ગેસ સંકટનો મારો: શૂટિંગ સેટ પર રસોડા ઠપ થતા પ્રોડ્યુસર્સે આપી ચેતવણી, શૂટિંગ શિડ્યુલ ખોરવાવાની ભીતિ
Bollywood Trivia: એક ગીત અને ૮૦ ફિલ્મોના નામ! જાણો કમલ હાસનની એ બ્લોકબસ્ટર ફિલ્મ વિશે જેણે બોલીવુડમાં મચાવ્યો હતો ખળભળાટ
Dhurandhar 2 Advance Booking: રણવીર સિંહની ફિલ્મનું ૬૦ કરોડનું ધમાકેદાર બુકિંગ, શું ‘ધુરંધર 2’ બનાવશે ઇતિહાસનો સૌથી મોટો ઓપનિંગ રેકોર્ડ?
Exit mobile version