Site icon

દોસ્ત હોય તો આવા! રાખી સાવંતને આ બે મિત્રોએ ગિફ્ટમાં આપી બ્રાન્ડ ન્યૂ BMW કાર, હજી મહિના પહેલાં જ શોરૂમમાંથી નિરાશ થઈને બહાર આવી હતી.. જુઓ વિડીયો, જાણો વિગતે

News Continuous Bureau | Mumbai

રાખી સાવંત(Rakhi Sawant) પોતાની કોમેડીથી ચાહકોને હસાવતી જોવા મળે છે. સોશિયલ મીડિયા(Social Media)માં તે ખુબ જ એક્ટિવ રહે છે. હાલમાં જ રાખી સાવંતે એક વીડિયો શેર કર્યો છે. જેમાં રાખી સાવંતને BMW કાર(BMW Car) ગિફ્ટમાં મળી છે. હજી થોડાં મહિના પહેલાં જ રાખીએ એમ કહ્યું હતું કે તેની પાસે 50-60 લાખ રૂપિયા નથી કે તે નવી કાર ખરીદી શકે. 

Join Our WhatsApp Community

 

રાખીએ સો.મીડિયામાં વીડિયો પર શૅર કરેલા વીડિયોમાં લાલ રંગની મોંઘીદાટ BMW કાર જોવા મળી રહી છે. સાથે જ કાર પર કેક પણ મૂકવામાં આવી છે. રાખીને આ કાર તેના ફ્રેન્ડ્‌સ આદિલ તથા શૈલીએ ગિફ્ટમાં આપી છે. આ વીડિયો શૅર કરતા રાખીએ કહ્યું હતું કે, 'મારી નવી ગિફ્ટેડ કાર.' ચાહકોએ રાખીને નવી કાર માટે શુભેચ્છા પાઠવી હતી. 

આ સમાચાર પણ વાંચો :  મુકેશ ભટ્ટ- મહેશ ભટ્ટ ની કંપની વિશેષ ફિલ્મ્સ થી અલગ થઈ પરિવાર ની આ સદસ્ય, પિતરાઈ ભાઈ સાથે મળી ને ખોલી નવી કંપની

ઉલ્લેખનીય છે કે ફેબ્રુઆરી મહિનામાં રાખી સાવંત લક્ઝુરિયસ કારના શોરૂમ બહાર જોવા મળી હતી. તે સમયે રાખીએ કહ્યું હતું કે તે માત્ર કાર જોવા ગઈ હતી, કારણ કે તેને લાગ્યું કે કોરોનાકાળમાં કાર સસ્તી થઈ હશે. જાેકે, તેની પાસે નવી કાર ખરીદવાના 60 લાખ રૂપિયા નથી. તેની નાની લાલ રંગની કાર જ તેના માટે ઠીક છે. 

Ranveer Singh vs Sara Arjun: રણવીરની એનર્જી સામે સારા પણ ટકી ગઈ! ‘શરારત’ ગીત પર જોરદાર પરફોર્મન્સ; સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ.
Dhurandhar 2 Box Office Collection: ધુરંધર 2 ની બોક્સ ઓફિસ પર સુનામી: ૨ દિવસમાં ૨૨૬ કરોડ પાર! ડાયરેક્ટર આદિત્ય ધરે આ ખાસ લોકોને આપ્યો જીતનો શ્રેય
Reptile OTT Review: OTT પર ધમાલ મચાવી રહી છે ૨ કલાક ૧૪ મિનિટની આ ક્રાઇમ થ્રિલર: સસ્પેન્સ જોઈને ઉડી જશે હોશ, જાણો ક્યાં જોવી?
TRP Week 10 Report:: વર્લ્ડ કપ ફાઈનલના ક્રેઝમાં ‘નાગિન 7’ ફેંકાઈ, જેઠાલલે લગાવી લાંબી છલાંગ; જાણો આ અઠવાડિયાના ટોપ 20 શોની યાદી
Exit mobile version