News Continuous Bureau | Mumbai
રાખી સાવંતના પતિ આદિલ દુર્રાની ખાનને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે. જણાવી દઈએ કે રાખીએ તેના પતિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી, ત્યારબાદ આદિલની ધરપકડ કરવામાં આવી હતી. હવે અંધેરી કોર્ટે આદિલને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધો છે. અહેવાલો અનુસાર, આદિલને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે.
રાખી સાવંતે પતિ પર લગાવ્યા આરોપ
જ્યારથી રાખી સાવંતે પોતાના લગ્નને સાર્વજનિક કર્યું છે ત્યારથી તેનું લગ્નજીવન ઉતાર-ચઢાવ માંથી પસાર થઈ રહ્યું છે. આ પહેલા રાખી ના પતિ આદિલ દુર્રાની ખાને આ લગ્નનો ઈન્કાર કર્યો હતો. રાખીએ મીડિયા સામે આવીને લગ્નના પુરાવા રજૂ કર્યા. ઘણી ના પાડ્યા પછી આખરે આદિલે લગ્નની વાત સ્વીકારી લીધી. થોડા દિવસો સુધી બધું બરાબર હતું, પણ પછી રાખીના જીવનમાં તોફાન આવી ગયું. આખરે રાખીએ તેના પતિ વિરુદ્ધ મુંબઈમાં FIR નોંધાવી.રાખીએ આદિલ પર આરોપ લગાવ્યો હતો કે આદિલે તેની પાસેથી પૈસા અને જ્વેલરી છીનવી લીધી હતી. આ પછી મુંબઈ પોલીસે આદિલ દુર્રાની ની ધરપકડ કરી હતી. પોલીસે આદિલ પર કલમ 406 અને 420 લગાવી હતી. આ મામલે આદિલ દુર્રાનીને અંધેરી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. આ પછી તેને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે.
રાખી સાવંતે જણાવ્યું તેનું દર્દ
જણાવી દઈએ કે રાખી સાવંતે કહ્યું હતું કે જ્યારે તે બિગ બોસ મરાઠીમાં પ્રતિભાગી તરીકે ગઈ હતી ત્યારે તેના પતિ આદિલે તેની પીઠ પાછળ તેના પૈસા નો દુરુપયોગ કર્યો હતો. એટલું જ નહીં, રાખી નું કહેવું છે કે આદિલે રાખી પાસેથી પૈસા અને ઘરેણાં પણ છીનવી લીધા છે. રાખી સાવંતે પોતાનું દર્દ જણાવતા કહ્યું કે તેણે આદિલને તેની માતાનું ધ્યાન રાખવાનું કહ્યું હતું, પરંતુ તેણે આ બધું રાખીની ગેરહાજરીમાં કર્યું. જણાવી દઈએ કે લાંબા સમયથી કેન્સર સામે લડ્યા બાદ રાખી સાવંતની માતાનું 29 જાન્યુઆરી એ નિધન થયું હતું.
