Site icon

શું રાખી સાવંતે મારપીટ નો આરોપ લગાવતા બોયફ્રેન્ડ આદિલ વિરુદ્ધ નોંધાવી છે FIR? અભિનેત્રી એ પોતે જણાવી હકીકત 

 

 News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Community

ફેમસ એક્ટ્રેસ રાખી સાવંત (Rakhi Sawant) અવારનવાર એક યા બીજા કારણોસર હેડલાઇન્સમાં રહે છે. એન્ટરટેઈનમેન્ટ જગતની એન્ટરટેઈનમેન્ટ ક્વીન(entertainment queen) કહેવાતી આ અભિનેત્રી શર્લિન ચોપડા (Sherlyn chopra) સાથેના શાબ્દિક યુદ્ધને લઈને આ દિવસોમાં ઘણી ચર્ચામાં છે. આ દરમિયાન હવે એક્ટ્રેસ સાથે જોડાયેલા અન્ય એક સમાચાર સામે આવ્યા છે, જેને જાણી ને બધા ચોંકી ગયા છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર એવા સમાચાર સામે આવ્યા હતા, જેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો હતો કે રાખી સાવંતે તેના બોયફ્રેન્ડ આદિલ (adil khan) વિરુદ્ધ પોલીસ ફરિયાદ ( FIR) નોંધાવી છે. હવે અભિનેત્રીએ પોતે આ મામલે સત્ય પરથી પડદો ઉચક્યો છે.

હાલમાં જ મીડિયા સાથે વાત કરતા રાખીએ ઈન્ટરનેટ પર ચાલી રહેલી આ અફવાઓ પર પ્રતિક્રિયા આપી છે. હકીકતમાં, ઘણા અહેવાલોમાં એવો દાવો કરવામાં આવી રહ્યો હતો કે રાખીએ તેના બોયફ્રેન્ડ આદિલ પર મારપીટનો આરોપ લગાવતા FIR નોંધાવી છે. જેનો જવાબ આપતાં રાખી સાવંતે આ અફવાઓને (fake news) ફગાવી દીધી છે. પાપારાઝી સાથેની વાતચીત દરમિયાન અભિનેત્રીએ સ્પષ્ટતા કરી હતી કે તેણે તેના બોયફ્રેન્ડ સામે કોઈ ફરિયાદ નોંધાવી નથી. આ સાથે તેણે નારાજગી વ્યક્ત કરીને આવી અફવા ફેલાવનારા લોકોને ચેતવણી (Warning) પણ આપી છે.રાખીએ કહ્યું કે આ તમામ અહેવાલો ખોટા છે અને તે આ અફવાઓથી ખૂબ જ પરેશાન થઈ ગઈ છે. તેણે આગળ કહ્યું કે- ‘આ સંપૂર્ણ બકવાસ છે અને અમારી વચ્ચે બધું બરાબર છે. હા, મેં એફઆઈઆર (FIR) નોંધાવી છે, પરંતુ મારા બોયફ્રેન્ડ આદિલ વિરુદ્ધ નહીં પરંતુ શર્લિન ચોપરા વિરુદ્ધ. ખબર નહીં કોણ અમારા સંબંધોને બગાડવાની કોશિશ કરી રહ્યું છે રાખીએ અફવા ફેલાવનારા લોકોને ચેતવણી આપી અને એમ પણ કહ્યું કે આદિલ અને હું બે હંસની જોડી છીએ અને અમારી વચ્ચે આવનાર કોઈપણ ને હું છોડીશ નહીં.’

આ સમાચાર પણ વાંચો: Jioનો ધમાકો, બે શહેરોમાં સિક્રેટ રીતે 5G સર્વિસ શરૂ, આ યુઝર્સને ફ્રીમાં મળશે અનલિમિટેડ ડેટા

તમને જણાવી દઈએ કે રાખી સાવંત આ દિવસોમાં શર્લિન ચોપરા સાથેની કેટફાઈટને(catfight) લઈને ઘણી ચર્ચામાં છે. તેમજ બંને એ એકબીજા વિરુદ્ધ FIR નોંધાવી છે. 

 

Amitabh Bachchan On Dharmendra: સૌથી નજીકના મિત્રને ગુમાવ્યા: અમિતાભ બચ્ચને ધર્મેન્દ્રના નિધન પર વ્યક્ત કર્યું દુઃખ, ‘શોલે’ સ્ટારને યાદ કરી થયા ભાવુક.
Dharmendra Prakash Kaur Love Story: ધર્મેન્દ્ર અને પ્રકાશ કૌરના ૭૧ વર્ષના સંબંધો, હેમા માલિનીના આગમન છતાં કેમ ન તૂટ્યું આ બંધન?
Shah Rukh Khan Tribute: શાહરુખ ખાને ધર્મેન્દ્રને પિતા સમાન ગણાવ્યા, ‘શોલે’ સ્ટારના નિધન પર લખી ઇમોશનલ પોસ્ટ
Dharmendra first love: પ્રકાશ કૌર કે હેમા માલિની નહીં, આ છોકરી હતી ધર્મેન્દ્રના દિલની રાણી!
Exit mobile version