ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૫ જુલાઈ ૨૦૨૧
સોમવાર
બોલિવૂડ એક્ટર આમિર ખાન અને કિરણ રાવે શનિવારે સવારે તેમના છૂટાછેડાની જાહેરાત કરી છે. તેમણે સોશિયલ મીડિયા પર એક જોઈન્ટ સ્ટેટમેન્ટ જાહેર કરતા આ વાતની જાણકારી આપી છે. આ કપલના આ નિર્ણયથી તેમના ફેન્સ ચોંકી ગયા છે. ત્યારે આમિર ખાન અને કિરણ રાવના છૂટાછેડા મુદ્દે રાખી સાવંતે પ્રતિક્રિયા આપી છે.
ટેલિવિઝન અભિનેતા પ્રાચીન ચૌહાણને મળ્યા જમીન, આ કેસમાં થઇ હતી ધરપકડ ; જાણો શું છે સમગ્ર મામલો
પહેલા તો રાખી સાવંતને વિશ્વાસ જ થયો નહીં અને પછી તેણે આ બાબતે પોતાના આગવા અંદાજમાં પ્રતિક્રિયા આપી છે. રાખી સાવંતે કહ્યું કે જ્યારે કોઈ અલગ થાય છે ત્યારે તેને દુ:ખ થાય છે. તેણે કહ્યું કે મને વિશ્વાસ નથી થઈ રહ્યો કે આમિર ખાન અને કિરણ રાવે પોતાના રસ્તા અલગ–અલગ કરી લીધા છે. રાખી સાવંતે એક વિડીયોમાં ફની અંદાજમાં કહ્યું કે 'મારા લગ્ન થઈ રહ્યા નથી અને લોકો છૂટાછેડા લઈ રહ્યા છે. આમિરજી હું હજુ કુંવારી છું, તમે મારા વિશે શું વિચારો છો.'