News Continuous Bureau | Mumbai
બોલિવૂડની એન્ટરટેઈનમેન્ટ ક્વીન રાખી સાવંતનો નવો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.આ વીડિયોમાં રાખી સાવંત એવી એક્ટિવિટી કરતી જોવા મળી રહી છે કે તેના ફેન્સ એકદમ કન્ફ્યુઝ થઈ ગયા છે. વિડિયો માં, સૌ પ્રથમ પાપારાઝી સામે રાખી સાવંત તેના વાળ ઝટકે છે.પછી પોતાની જાતને ઇચ્છાધારી નાગિન કહીને કહે છે કે તેના વાળ તેનું અસ્ત્ર, શસ્ત્ર અને વસ્ત્ર છે.આટલું જ નહીં, રાખી કેમેરાની સામે પોતાનું ટોપ ઊંચકીને પોતાનું ટેટૂ બતાવતી પણ જોવા મળે છે.
રાખીએ ઉર્ફી વિશે કહી આ વાત
પાપારાઝીએ રાખી સાવંતને કહ્યું કે આ વખતે ઉર્ફી જાવેદ તેની છાતી પર બંદૂક રાખતી જોવા મળી હતી પાપારાઝીને જવાબ આપતાં રાખીએ પોતાનું ટોપ ઊંચું કર્યું અને કમર પર બંદૂકનું ટેટૂ બતાવ્યું, ‘ઉર્ફી કે વહાં તમંચા ઔર હમારે ઇધર તમંચા’.તમને જણાવી દઈએ કે, રાખીના આ રૂપને જોઈને એક યુઝરે લખ્યું, ‘જેઠાલાલની ભાષામાં પાગલ મહિલા’.અન્ય એક યુઝરે લખ્યું, ‘યે તો ભૂતની લગ રહી હૈ’.ત્રીજા યુઝરે લખ્યું, ‘છોટુ તેના પગારમાંથી ઓવરએક્ટિંગ માટે 50 રૂપિયા કાપી નાખ’.ચોથા યુઝરે લખ્યું, ‘વાળ જ વસ્ત્ર છે, તેને ક્યારેક પહેરો, ઉર્ફીને ફેશનમાં નિષ્ફળ બનાવો.
અંગત જીવન ને લઈને ચર્ચા માં છે રાખી
તમને જણાવી દઈએ કે, રાખી તેના અંગત જીવનને કારણે ચર્ચામાં હતી , રાખી સાવંતે પહેલા આદિલ સાથે લગ્ન કર્યા ત્યારબાદ તેને આદિલ પર ગંભીર આરોપ લગાવ્યા. હાલમાં આદિલ જેલમાં બંધ છે.
