News Continuous Bureau | Mumbai
પોતાના હાજર જવાબી નિવેદનો માટે અવારનવાર સમાચારોમાં રહેતી રાખી સાવંતે(Rakhi Sawant) તાજેતરમાં સર્જરી પહેલા પોતાનો એક ડાન્સ વીડિયો(dance video) શેર કરીને ચાહકોને ચોંકાવી દીધા હતા. આ વીડિયોમાં તેના હાથમાં ડ્રીપ જોવા મળી રહી છે. આ વીડિયો સામે આવ્યા બાદ ચાહકોને ખૂબ જ આશ્ચર્ય થયું હતું. હવે રાખીએ એ હકીકતનો પર્દાફાશ કર્યો છે કે કેમ અચાનક તેને સર્જરી(surgery) કરાવવી પડી.
એક અગ્રણી અખબાર સાથે વાત કરતા તેણે જણાવ્યું છે કે જુહુની (Juhu)એક હોસ્પિટલમાં તેની સર્જરી ચાર કલાક સુધી ચાલી હતી. ઈન્ટરવ્યુ દરમિયાન તેણે જણાવ્યું કે મારા પેટમાં ગાંઠ હતી. હું લાંબા સમય પહેલા તેને દૂર કરવા માંગતી હતી પરંતુ ખૂબ મોડું થઈ ગયું. તેણે કહ્યું કે આ ગાંઠ ને કારણે તેનો દુખાવો ઘણો વધી ગયો હતો, જેના પછી તેણે સર્જરી કરાવવી પડી હતી.અભિનેત્રીએ જણાવ્યું કે ડોકટરે(doctors) તેને આગામી બે દિવસ હોસ્પિટલમાં(stay in hospitall) રહેવા કહ્યું છે. રાખીએ કહ્યું, 'મને આરામની સલાહ આપવામાં આવી છે. મારા આહારનું પણ ધ્યાન રાખવામાં આવે છે. આ વાતચીત દરમિયાન તેણે તેના બોયફ્રેન્ડ આદિલનો(boyfriend Adil) પણ ઉલ્લેખ કર્યો હતો. અભિનેત્રીએ કહ્યું કે આદિલ તેનું સંપૂર્ણ ધ્યાન રાખે છે. આદિલે આ વિશે જણાવ્યું કે રાખીને છેલ્લા બે વર્ષથી આ સમસ્યા હતી. તેણે કહ્યું કે આ સમયે તે રાખીનું સંપૂર્ણ ધ્યાન રાખવાનો પ્રયાસ કરી રહ્યો છે.
આ સમાચાર પણ વાંચો : અલગ ધર્મના હોવા છતાં બોલિવૂડના આ સ્ટાર્સ કરે છે વર્ષોથી ભગવાન ગણેશની પૂજા
તમને જણાવી દઈએ કે, રાખીએ મે 2022 માં એક ઇવેન્ટમાં હાજરી આપતી વખતે આદિલ સાથેના તેના સંબંધોની પુષ્ટિ કરી હતી. તે જૂનમાં બિઝનેસમેન સાથે અબુ ધાબીમાં (Abu Dhabi)એક એવોર્ડ સમારોહના રેડ કાર્પેટ પર વોક કરતી જોવા મળી હતી. આ દરમિયાન તેની તસવીરો ખૂબ વાયરલ થઈ હતી. આ પછી બંને ઘણીવાર ઘણા પ્રસંગોએ સાથે જોવા મળ્યા છે.
