Site icon

Rakul and Jackky: રકૂલ-જેકી ને લઈને વાશુ ભગનાની એ કર્યો ખુલાસો, આ ફિલ્મની રિલીઝ પછી હનીમૂન પર જશે કપલ

Rakul and Jackky: રકૂલ અને જેકી લગ્ન ના બંધન માં બંધાઈ ચુક્યા છે. કપલે ગોવામાં લગ્ન કર્યા હતા. હવે કપલ ના પરિવારવાળા ગોવાથી મુંબઈ પરત ફરી રહ્યા છે. આ દરમિયાન જેકી ના પિતા વાશુ ભગનાની એ બંને ના હનીમૂન ને લઈને ખુલાસો કર્યો છે.

rakul and jackky planning to honeymoon after akshay tiger film bade miyan chote miyan release

rakul and jackky planning to honeymoon after akshay tiger film bade miyan chote miyan release

News Continuous Bureau | Mumbai 

Rakul and Jackky: રકૂલ અને જેકી એ ગોવામાં પરિવાર અને મિત્રો ની હાજરી માં લગ્ન કરી લીધા છે. રકૂલ અને જેકી એ સોશિયલ મીડિયા પર પોતાના લગ્ન ની તસવીરો શેર કરી હતી જે હાલ વાયરલ થઇ રહી છે. હવે રકૂલ અને જેકી ના પરિવારવાળા ગોવા થી પરત મુંબઈ ફરી રહ્યા છે. લગ્ન બાદ જેકી ભગનાની ના પિતા અને પ્રોડ્યુસર વાશુ ભગનાની એ મીડિયા સાથે વાત કરી હતી આ દરમિયાન તેમને રકૂલ અને જેકી ના હનીમૂન વિશે પણ ખુલાસો કર્યો હતો. 

Join Our WhatsApp Community

 

રકૂલ અને જેકી એપ્રિલ માં હનીમૂન પર જશે. 

રકૂલ અને જેકી ના લગ્ન બાદ વાશુ ભગનાની એ મીડિયા ને ઇન્ટરવ્યૂ આપ્યો હતો. આ ઇન્ટરવ્યૂ માં તેમને રકૂલ અને જેકી ના હનીમૂન વિશે વાત કરી હતી તેઓએ કહ્યું કે ‘રકૂલ અને જેકી અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફ સ્ટારર બડે મિયાં છોટે મિયાં 9 એપ્રિલે રિલીઝ થયા બાદ તેમના હનીમૂન પર જવાની યોજના બનાવી રહ્યા છે.’ તેમજ તેમને મજાક માં કહ્યું કે, ” બડે મિયાં (વાશુ) એ આદેશ આપ્યો છે કે ફિલ્મ રિલીઝ થતાંની સાથે જ બીજા દિવસે ફ્લાઇટ લો અને એક મહિના સુધી હનીમૂન કરીને પાછા આવો.” આ દરમિયાન વાશુ ભગનાની એ જણાવ્યું કે કેટલાક કારણોસર ઘણા લોકો લગ્નમાં સામેલ થઈ શક્યા નહોતા, જેમના માટે તેઓ મુંબઈ સ્થિત પોતાના ઘરે રિસેપ્શન પાર્ટી આપશે. 

આ સમાચાર પણ વાંચો : Rakul and Jackky: આવી સુંદર જગ્યા એ સજ્યો રકૂલ-જેકી નો મંડપ, વેન્યુ ની અંદર ની તસવીર થઇ વાયરલ

તમને જણાવી દઈએ કે, જેકી ભગનાની અને વાશુ ભગનાની એ અક્ષય અને ટાઇગર ની ફિલ્મ ‘બડે મિયા છોટે મિયા’ ના પ્રોડ્યુસર છે. આ ફિલ્મ 9 એપ્રિલે સિનેમાઘરોમાં રિલીઝ થશે. 

Kartik Aaryan Birthday Special: એક સમયે ઓડિશન માટે ભટકતો કાર્તિક આર્યન આજે છે કરોડો ની સંપત્તિ નો મલિક, જાણો અભિનેતા ને નેટવર્થ અને તેના સંઘર્ષ ની યાત્રા વિશે
The Family Man 3: ધ ફેમિલી મેન 3 માં ખાલી મનોજ બાજપેયી એ જ નહીં સિરીઝ ની આ સ્ટાર કાસ્ટ એ પણ કર્યું છે અદભુત કામ
Siddhant Kapoor: ઓરી પછી હવે શ્રદ્ધા કપૂરના ભાઈ સિદ્ધાંત કપૂર ને મુંબઈ પોલીસ એ પાઠવ્યું સમન, 252 કરોડના ડ્રગ્સ કેસમાં થશે પૂછપરછ
Abhinav Shukla: અભિનવ શુક્લા બન્યો આઈડેન્ટિટી થેફ્ટ સ્કેમનો શિકાર, તેની આઈડી પર એક કે બે નહીં પરંતુ આટલા લોકો એ લીધી લોન
Exit mobile version