Ram Charan Ayyappa Deeksha: ભવ્ય રિસેપ્શન અને રામ ચરણના ખુલ્લા પગ! રશ્મિકા-વિજયના ફંક્શનમાં ચંપલ વગર પહોંચવાનું શું છે રહસ્ય? કારણ જાણીને તમે પણ કરશો સલામ.

Ram Charan Ayyappa Deeksha: હૈદરાબાદમાં ગ્રાન્ડ રિસેપ્શનમાં રામ ચરણના ‘અયપ્પા દીક્ષા’ લૂકે ખેંચ્યું સૌનું ધ્યાન, કાળા કપડાં અને ઉઘાડા પગે જોવા મળ્યો સુપરસ્ટાર.

by Zalak Parikh
Ram Charan Attends Rashmika-Vijay Reception Barefoot; Here’s the Inspiring Reason Behind His Simple Look.

News Continuous Bureau | Mumbai

Ram Charan Ayyappa Deeksha: સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકપ્રિય કપલ રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના લગ્ન બાદ ૪ માર્ચના રોજ હૈદરાબાદમાં એક ભવ્ય રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ખાસ પ્રસંગે ફિલ્મ જગતના અનેક દિગ્ગજ સિતારાઓ ઉમટી પડ્યા હતા. જોકે, આ ભીડમાં સૌથી વધુ ચર્ચા સાઉથ સુપરસ્ટાર રામ ચરણની થઈ રહી છે, જેઓ પોતાની પત્ની ઉપાસના સાથે અત્યંત સાદગીભર્યા અંદાજમાં જોવા મળ્યા હતા.

આ સમાચાર પણ વાંચો : Toxic Release Date Postponed: ટળી ગઈ વર્ષની સૌથી મોટી ટક્કર! યશની ‘ટોક્સિક’ પાછી ઠેલાતા ‘ધુરંધર ૨’ માટે મેદાન સાફ; જાણો ક્યારે રિલીઝ થશે રોકિંગ સ્ટારની ફિલ્મ

રિસેપ્શનમાં ઉઘાડા પગે કેમ પહોંચ્યો રામ ચરણ?

રિસેપ્શનમાં રામ ચરણ માથાથી પગ સુધી કાળા રંગના કપડાંમાં સજ્જ હતા, પરંતુ લોકોનું ધ્યાન સૌથી વધુ એ વાત પર ગયું કે તેઓએ પગમાં જુતા કે ચંપલ પહેર્યા નહોતા. સોશિયલ મીડિયા પર રામ ચરણના આ લૂકની તસવીરો વાયુવેગે વાયરલ થઈ રહી છે. વાસ્તવમાં આ પાછળ એક અત્યંત પવિત્ર અને ધાર્મિક કારણ છે. રામ ચરણ અત્યારે ‘અયપ્પા દીક્ષા’ પાળી રહ્યા છે, જે ભગવાન અયપ્પાના ભક્તો દ્વારા કરવામાં આવતું એક કઠિન વ્રત છે.

 

View this post on Instagram

 

A post shared by Manav Manglani (@manav.manglani)


અયપ્પા દીક્ષા દરમિયાન ભક્તોએ ૪૧ દિવસ સુધી અત્યંત શિસ્તબદ્ધ જીવન જીવવું પડે છે. આ વ્રતના નિયમો મુજબ,કાળા અથવા વાદળી રંગના જ કપડાં પહેરવા,૪૧ દિવસ સુધી અનિવાર્યપણે ઉઘાડા પગે રહેવું,પૂર્ણ બ્રહ્મચર્યનું પાલન કરવું અને સાત્વિક ભોજન લેવું,દાઢી કે વાળ કપાવવા પર પ્રતિબંધ હોય છે. આ વ્રત કેરળના પ્રસિદ્ધ સબરીમાલા મંદિરની યાત્રા કરતા પહેલા કરવામાં આવે છે, જેના કારણે રામ ચરણ હાઈ-પ્રોફાઈલ રિસેપ્શન પાર્ટીમાં પણ આ પરંપરા નિભાવતા જોવા મળ્યા હતા.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More