G-20 સમિટમાં ભાગ લીધો અભિનેતા રામ ચરણે, વિદેશી મહેમાનો સાથે નાટૂ-નાટૂ ગીત પર થીરકાવ્યા પગ, જુઓ વીડિયો..

Ram Charan dances to 'Naatu Naatu' during G20 event in Kashmir

News Continuous Bureau | Mumbai

બ્લોકબસ્ટર ફિલ્મ ‘RRR’ દ્વારા ચાહકોના દિલ પર ઊંડી છાપ છોડનાર અભિનેતા રામ ચરણ હાલમાં જ G-20 સમિટમાં ભાગ લેવા માટે જમ્મુ અને કાશ્મીર પહોંચ્યા છે. રામ ચરણ ત્યાં ફિલ્મ ટુરિઝમ પર ચર્ચામાં ભાગ લેશે. આ દરમિયાન તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. જેમાં તે ‘RRR’ના ઓસ્કાર વિજેતા ગીત ‘નાટુ નાટુ’ પર ડાન્સ કરતો જોવા મળે છે.

અભિનેતા રામ ચરણે જમ્મુમાં ‘નાટુ નાટુ’ના કર્યા હૂક સ્ટેપ

સાઉથ ઈન્ડસ્ટ્રીમાં મજબૂત ઓળખ ધરાવતા અભિનેતા રામચરણ આજે જમ્મુ અને કાશ્મીરમાં યોજાનારી G-20 સમિટનો હિસ્સો બન્યા છે. આ દરમિયાન અભિનેતાએ વિદેશી મહેમાનો સાથે તેની ફિલ્મ ‘RRR’ ના ગીત ‘નાટુ નાટુ’ પર સ્ટેજ પર ડાન્સ કર્યો હતો. ટ્વિટર પર ડાન્સનો એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. જેમાં રામ ટ્રેડીશનલ લુકમાં જોવા મળ્યો મળી રહ્યા છે. વીડિયોમાં તે ‘નાટુ નાટુ’ ના હૂક સ્ટેપ કરતા જોવા મળી રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો: રોયલ એનફિલ્ડની નવી બાઇક પાવરફુલ એન્જિન અને શ્રેષ્ઠ ફીચર્સ સાથે લોન્ચ થશે!

રામ ચરણ ટૂંક સમયમાં પિતા બનવાના છે

રામ ચરણની માત્ર સ્ક્રીન પર જ નહીં પણ સોશિયલ મીડિયા પર પણ મજબૂત ફેન ફોલોઈંગ છે. અભિનેતાને 15 મિલિયન લોકો Instagram પર ફોલો કરે છે. જેઓ તેમની દરેક નવી પોસ્ટની આતુરતાથી રાહ જોવે છે. ખબર છે કે રામ ચરણ અને ઉપાસના બહુ જલ્દી માતા-પિતા બનવાના છે.