News Continuous Bureau | Mumbai
સાઉથની ફિલ્મ 'RRR'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી છે, 25 માર્ચે રિલીઝ થયેલી આ ફિલ્મે 10મા દિવસ સુધી વર્લ્ડ વાઈડ 900 કરોડથી વધુનો બિઝનેસ કર્યો છે. ફિલ્મની સફળતાથી સ્ટાર રામ ચરણ ખૂબ જ ખુશ છે અને તેણે પોતાનું મોટું દિલ બતાવ્યું છે. વાસ્તવમાં, રામ ચરણે તેની ફિલ્મના ક્રૂ મેમ્બર્સને સોનાનો સિક્કો ભેટમાં આપ્યો છે. અભિનેતા તરફથી આવી સરપ્રાઈઝ ગિફ્ટ મેળવીને તમામ ક્રૂ મેમ્બર્સ ખૂબ જ ખુશ છે.
આ સમાચાર પણ વાંચો : શાહરૂખ ખાનના ઘર 'મન્નત' પર અચાનક પહોંચ્યા સલમાન ખાન-અક્ષય કુમાર અને સૈફ અલી ખાન! જાણો આ પાછળ શું છે કારણ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 'RRR' સ્ટાર રામ ચરણે ફિલ્મની સફળતાથી ખુશ થઈને 35 ક્રૂ મેમ્બર્સને ડિનર માટે આમંત્રિત કર્યા અને તેમને 11.6 ગ્રામ સોનાનો સિક્કો ભેટમાં આપ્યો. રામ ચરણે જે ક્રૂ સભ્યોને સોનાના સિક્કા આપ્યા છે તેમાં કેમેરા આસિસ્ટન્ટ, પ્રોડક્શન મેનેજર, એકાઉન્ટન્ટ, ફોટોગ્રાફર અને અન્ય વિભાગના લોકોનો સમાવેશ થાય છે. રામ ચરણે ભેટમાં આપેલા સોનાના સિક્કાની એક તરફ 'RRR' અને બીજી બાજુ રામ ચરણનું નામ લખેલું છે. અભિનેતાએ આ સિક્કાઓ પાછળ કુલ 18 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો છે.
નિર્દેશક એસએસ રાજામૌલીની ફિલ્મ 'RRR'માં રામ ચરણ ઉપરાંત જુનિયર એનટીઆર અને આલિયા ભટ્ટ પણ છે. તેમજ, અજય દેવગન એક કેમિયો રોલમાં છે. ફિલ્મ 'RRR'માં કોમારામ ભીમ અને અલ્લુરી સીતારામ રાજુ ની વાર્તા દર્શાવવામાં આવી છે. જેમાં તેમના વાસ્તવિક સંઘર્ષ પછીની કાલ્પનિક વાર્તાને પૃષ્ઠભૂમિમાં બતાવવામાં આવી છે.ફિલ્મ 'RRR'એ બોક્સ ઓફિસ પર અત્યાર સુધીમાં કુલ 901.46 કરોડ રૂપિયાની કમાણી કરી છે જ્યારે 10માં દિવસે 82.40 કરોડની કમાણી કરી છે. આ ફિલ્મ હવે ભારતની સૌથી વધુ કમાણી કરનારી ટોચની 5 ફિલ્મોની યાદીમાં સામેલ થઈ ગઈ છે.
