News Continuous Bureau | Mumbai
Ram Charan: સાઉથ સુપરસ્ટાર રામ ચરણ અવારનવાર પોતાની ફિલ્મોના કારણે ચર્ચામાં રહે છે. જો કે, રામ ચરણ આ સમયે ચર્ચામાં છે તેનું કારણ તેની કોઈ ફિલ્મ નથી પરંતુ તેના એરપોર્ટ લુકને કારણે છે. તાજેતરમાં રામ ચરણ હૈદરાબાદ એરપોર્ટ પર જોવા મળ્યો હતો. આ દરમિયાન, અભિનેતા ખુલ્લા પગે જોવા મળ્યો હતો. હવે ચાહકો જાણવા ઉત્સુક છે કે રામચરણે કેમ ખુલ્લા પગ રાખ્યા હતા.
આ કારણે રામ ચરણ ખુલ્લા પગે જોવા મળ્યો
જે વીડિયો સામે આવ્યો છે તેમાં તમે જોઈ શકો છો કે રામ ચરણ હૈદરાબાદ એરપોર્ટ પર ખુલ્લા પગે જોવા મળી રહ્યો છે. તે પાછળ નું કારણ એમ છે કે આ દિવસોમાં રામ ચરણ 41 દિવસના કડક ઉપવાસ પર છે. રામચરણ દર વર્ષે અયપ્પા દીક્ષા લે છે. દક્ષિણ ભારતમાં અયપ્પા દીક્ષા નામની પરંપરા છે. તે 41 દિવસ સુધી ચાલે છે, જ્યાં ભગવાન અયપ્પાના ભક્તો તામસિક જીવનશૈલીથી દૂર રહે છે અને સાત્વિક જીવન જીવે છે. આ સમયગાળા દરમિયાન ભક્તોએ 41 દિવસ સુધી કાળા વસ્ત્રો પહેરવાના હોય છે. આ સિવાય ન તો કોઈ નોન-વેજ ફૂડ ખાઈ શકે છે, ન તો હજામત કરી શકાય અને ના તો વાળ કાપી શકાય. એટલું જ નહીં, જેમને આ દીક્ષા લીધી હોય તે ભક્તોને 41 દિવસ જમીન પર સૂવું પડે છે અને આ દરમિયાન ભક્તો ઉઘાડા પગે રહે છે. રામ ચરણ પણ આ પરંપરાને અનુસરી રહ્યો છે, તેથી તે આ અવતારમાં એરપોર્ટ પર જોવા મળ્યો હતો.
View this post on Instagram
ઓસ્કર પહેલા પણ ખુલ્લા પગે જોવા મળ્યો હતો રામ ચરણ
જો કે આ પહેલીવાર નથી કે રામ ચરણ ખુલ્લા પગે જોવા મળ્યો હોય, આ પહેલા પણ રામ ચરણ ઘણી વખત ખુલ્લા પગે જોવા મળી ચુક્યો છે. અગાઉ ઓસ્કાર એવોર્ડમાં જતા પહેલા પણ રામ ચરણ ખુલ્લા પગે જોવા મળ્યો હતો એકવાર તે ગેટ્ટી ગેલેક્સી થિયેટરની બહાર પણ ખુલ્લા પગે જોવા મળ્યો હતો.
આ સમાચાર પણ વાંચો: TMKOC new entry: મહેતા સાહેબ બાદ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માં આ પાત્ર ની થઇ એન્ટ્રી, જાણો કઈ અભિનેત્રી એ લીધું કોનું સ્થાન