News Continuous Bureau | Mumbai
Ram gopal varma: રામગોપાલ વર્મા બોલિવૂડ ના જાણીતા ફિલ્મ મેકર છે તેમને રંગીલા, સત્ય, દૌડ જેવી ઘણી સફળ ફિલ્મો બનાવી છે હવે રામગોપાલ વર્મા કાનૂની મુશ્કેલી માં મુકાયા છે. રામગોપાલ વર્મા પર સોશિયલ મીડિયા પર સીએમ નાયડુ અને નાયબ મુખ્યમંત્રી પવન કલ્યાણ વિશે અપમાનજનક ટિપ્પણી કરવાનો આરોપ છે જેને લઈને આંધ્રપ્રદેશ પોલીસની એક ટીમ હૈદરાબાદમાં રામ ગોપાલ વર્માના ઘરે પહોંચી હતી.રામગોપાલ વર્મા ને આ કેસમાં પૂછપરછ માટે પોલીસ સમક્ષ હાજર થવાનું હતું પરંતુ તે હાજર થયો નહોતો.
આ સમાચાર પણ વાંચો : Anupam Kher IFFI 2024: ઇફ્ફી 2024માં પીઢ અભિનેતા અનુપમ ખેરનું ‘ધ પાવર ઓફ ફેઈલર’ સત્ર, તેમના માસ્ટર ક્લાસમાં વિદ્યાર્થીઓને નિષ્ફળતા પર કહી ‘આ’ વાત..
રામગોપાલ વર્મા ની થઇ શકે છે ધરપકડ
ઓંગોલ ગ્રામીણ પોલીસની ટીમ રામગોપાલ વર્મા ના ઘરે પહોંચી હતી. જો કે, જ્યારે પોલીસ ટીમ તેમના ઘરે પહોંચી ત્યારે જાણવા મળ્યું કે તે ઘરે નથી અને કોઈમ્બતુર જવા રવાના થઈ ગયો છે. રામગોપાલ વર્મા એ સોમવારે પોલીસ સમક્ષ હાજર થયા ન હતા. તેમજ તેને ગયા અઠવાડિયે પોલીસ સમક્ષ હાજર થવા માટે ચાર દિવસનો સમય માંગ્યો હતો. રામ ગોપાલ વર્માએ ફિલ્મ ‘વ્યોહમ’ દરમિયાન આંધ્રપ્રદેશના સીએમ, ડેપ્યુટી સીએમ અને મંત્રી લોકેશ વિરુદ્ધ અપમાનજનક પોસ્ટ કરી હતી, જેના કારણે આંધ્રપ્રદેશ પોલીસે તેમની અટકાયતની માંગ કરી છે.
Ongole police arrived at #RamGopalVarma‘s residence on Monday after he failed to appear for questioning. A case filed on Nov 12 alleges his #SocialMedia posts, during promotion of Vyooham, defamed TDP leaders, including AP CM & his family. Police may detain him for questioning. pic.twitter.com/0JFv98HCXd
— Informed Alerts (@InformedAlerts) November 25, 2024
રામ ગોપાલ વર્માએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરસીએમ નાયડુ અને નાયબ મુખ્યમંત્રી પવન કલ્યાણ વિશે અપમાનજનક વાતો લખી હતી. તેથી તેમની વિરુદ્ધ BNS એક્ટની કલમ 336 (4) અને 353 (2) અને IT એક્ટની કલમ 67 હેઠળ માડીપાડુ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. 13 નવેમ્બરે પોલીસે રામ ગોપાલ વર્માને નોટિસ પાઠવી હતી અને તેમને મદ્દીપાડુ પોલીસ સ્ટેશનમાં તપાસ અધિકારી સમક્ષ હાજર થવાનો નિર્દેશ આપ્યો હતો.આ પછી તેમને આંધ્ર પ્રદેશ હાઈકોર્ટનો સંપર્ક કર્યો, પરંતુ કોર્ટે તેમને વચગાળાની રાહત આપવાનો ઈન્કાર કરી દીધો.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)