Site icon

ટાઇગર શ્રોફ બર્થડે સ્પેશિયલ: રામગોપાલ વર્મા એ ટાઇગર શ્રોફ ને કહ્યો હતો ટ્રાન્સજેન્ડર, ગુસ્સે થઇ હતી અભિનેતા ની માતા

એકવાર ડિરેક્ટર રામ ગોપાલ વર્માએ બોલિવૂડ એક્ટર ટાઈગર શ્રોફને ટ્રાન્સજેન્ડર કહ્યો હતો. ડાયરેક્ટરનું આ નિવેદન સાંભળીને ટાઈગર ની માતા આયેશા અને પિતા જેકી ગુસ્સે થઈ ગયા હતા. જાણો શું હતો સમગ્ર મામલો...

ram gopal varma called actor tiger shroff transgender know about the controversy

ટાઇગર શ્રોફ બર્થડે સ્પેશિયલ: રામગોપાલ વર્મા એ ટાઇગર શ્રોફ ને કહ્યો હતો ટ્રાન્સજેન્ડર, ગુસ્સે થઇ હતી અભિનેતા ની માતા

News Continuous Bureau | Mumbai

બોલિવૂડ એક્ટર ટાઈગર શ્રોફનો આજે 36મો જન્મદિવસ છે. અભિનેતાએ ડાન્સ, એક્શન, રોમાન્સ જેવી તમામ શૈલીમાં પોતાની પ્રતિભા દર્શાવી છે. પરંતુ તેમ છતાં તે તેના ફેમિનાઈન લુકને કારણે તેને ટ્રોલ નો સામનો કરવો પડે છે. એકવાર એક દિગ્દર્શકે તેની મજાક ઉડાવી. ડાયરેક્ટરે ટાઈગર શ્રોફને ટ્રાન્સજેન્ડર અને સૌથી સુંદર મહિલા પણ ગણાવી હતી. ડાયરેક્ટરનું આ નિવેદન સામે આવતા ટાઈગર ની માતા આયેશા શ્રોફ ગુસ્સે થઈ ગઈ હતી. પરંતુ, સવાલ એ થાય છે કે દિગ્દર્શકે આવું કેમ કહ્યું? આવો જાણીએ…

Join Our WhatsApp Community

 

ડિરેક્ટરે આવું કેમ કહ્યું 

આ વાત વર્ષ 2017ની છે. બોલિવૂડ એક્ટર વિદ્યુત જામવાલે તેના સોશિયલ મીડિયા પર એક ઓડિયો ક્લિપ પોસ્ટ કરી હતી. તેણે દાવો કર્યો હતો કે દિગ્દર્શક રામ ગોપાલ વર્મા નશાની હાલતમાં તેને અને ટાઈગર શ્રોફને મારવાની વાત કરી રહ્યા હતા. 2.17 મિનિટની આ ક્લિપમાં રામ ગોપાલ વર્માએ ટાઇગર શ્રોફને ટ્રાન્સજેન્ડરની સાથે સૌથી સુંદર મહિલા પણ ગણાવી હતી. એટલું જ નહીં, તેણે વિદ્યુત સાથે દુર્વ્યવહાર પણ કર્યો હતો.

આયેશા શ્રોફે આપ્યો જવાબ 

આ ઓડિયો વાયરલ થયા બાદ ભારે હોબાળો થયો હતો. એક મીડિયા હાઉસ ના અહેવાલ મુજબ, ટાઈગરની માતા આયેશા શ્રોફ નારાજ હતી. આ ઓડિયો ના જવાબમાં તેણે કહ્યું હતું કે ‘કુતરા ભસતા રહે છે’. તેનાથી કોઈ ફરક પડતો નથી.’ તે જ સમયે, ટાઇગરના પિતા, અભિનેતા જેકી શ્રોફની પ્રતિક્રિયા પણ સામે આવી હતી. તેણે કહ્યું હતું કે, “હવે હું શું કહું? મારા પુત્રનો અમુક લોકો પર એટલો પ્રભાવ છે કે તેઓ પોતાનું કામ છોડીને સિંહના બચ્ચા પર ટિપ્પણી કરવાનું શરૂ કરી દે છે.” જો કે વિવાદ વધ્યા બાદ રામ ગોપાલ વર્માએ માફી માંગી લીધી હતી. માફી માગતા તેણે લખ્યું, ‘જો કે આ બધી વાતો મજાક હેઠળ કહેવામાં આવી હતી પરંતુ, હું વિદ્યુત જામવાલ અને ટાઈગર શ્રોફની માફી માંગવા માંગુ છું.’

ટાઇગર શ્રોફ નું અસલી નામ 

બોલિવૂડ એક્ટર જેકી શ્રોફના ઘરે જન્મેલા ટાઈગર શ્રોફનું અસલી નામ જય હેમંત શ્રોફ છે. આ નામ ટાઇગરને તેના પિતાએ આપ્યું હતું. તમને જણાવી દઈએ કે એક્ટર જેકી શ્રોફના પુત્ર જય હેમંત શ્રોફને તેના  તોફાનને કારણે ટાઈગર કહેવામાં આવતો હતો. મીડિયા સાથેની વાતચીત દરમિયાન એક વખત જેકી શ્રોફે કહ્યું હતું કે, જ્યારે ટાઇગર નાનો હતો ત્યારે તેને કરડવાની આદત હતી, તે ટાઇગરની જેમ કરડતો હતો, તેથી જ તેનું નામ ટાઇગર રાખવામાં આવ્યું હતું.ટાઇગર શ્રોફે ફિલ્મ ‘હીરોપંતી’ થી બોલિવૂડ માં ડેબ્યૂ કર્યું હતું

Anupamaa Twist: ‘અનુપમા’માં મોટો ધમાકો,ગૌતમ-માહીના થયા ધામધૂમથી લગ્ન, જ્યારે રાજાએ પરીને લઈને લીધો આવો નિર્ણય
Zareen Khan Funeral: સંજય ખાનની પત્નીની વિદાય,મુસ્લિમ ઝરીન ખાનને હિંદુ રિવાજથી કેમ અપાઈ અંતિમ વિદાય? જાણો કારણ
Mahhi Vij: હોસ્પિટલ માંથી માહી વીજ એ આપ્યું પોતાનું હેલ્થ અપડેટ, વિડીયો શેર કરી કહી આવી
The Family Man 3 Trailer Out: ‘ધ ફેમિલી મેન 3’નું ટ્રેલર રિલીઝ થતાં ધમાકો! શ્રીકાંત તિવારી હવે છે ‘મોસ્ટ વોન્ટેડ’, જયદીપ અહલાવતની એન્ટ્રીથી ગેમ ચેન્જ!
Exit mobile version