News Continuous Bureau | Mumbai
Ram mandir: 22 જાન્યુઆરી એ અયોધ્યા માં રામ મંદિર ના પ્રાણ પ્રતિષ્ઠા નો સમારોહ યોજાવવાનો છે. આ સમારોહ ની બધી જ તૈયારીઓ પુરી થઇ ગઈ છે. થોડા સમય પહેલા રામ લલ્લા ની મૂર્તિ ની ઝલક સામે આવી હતી ત્યારથી લોકો માં ઉત્સાહ બમણો થઇ ગયો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર અયોધ્યામાં રામ લલ્લાના અભિષેક સમારોહના માનમાં ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પ્લોઈઝે સોમવારે ‘ફરજિયાત રજા’ જાહેર કરી છે, જેના કારણે લગભગ 100 ચાલુ શૂટ રદ કરવામાં આવ્યા છે.
આ સમાચાર પણ વાંચો : Ram mandir: 22 મી જાન્યુઆરી એ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા નું લાઈવ સ્ક્રીનિંગ કરશે પીવીઆર, જાણો કઈ રીતે બુક કરાવી શકશો ટિકિટ
ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પ્લોઈઝે જાહેર કરી રજા
નિર્ણયની જાહેરાત કરતા, FWICE પ્રમુખ બીએન તિવારીએ કહ્યું, “અમે રજા જાહેર કરી છે અને તે દિવસે કોઈ શૂટિંગ થશે નહીં કારણ કે અમારા કાર્યકરોને તે દિવસ માટે રજા આપવામાં આવી છે.” ટીવી અને ઓટીટી શો માટે સમયમર્યાદા અંગે નિર્માતાઓની ચિંતાઓને સંબોધિત કરી જણાવ્યું કે “ ચોક્કસ શૂટ માટેના માન્ય કારણ સાથે વિનંતી પત્ર પ્રાપ્ત થવા પર જ શૂટિંગની પરવાનગી આપવામાં આવશે.”
 
			         
			         
                                                        