News Continuous Bureau | Mumbai
Ramayan sunil lahri: રામાયણ નું નામ લેતા જ રામાનંદ સાગરનો પોપ્યુલર શો રામાયણ યાદ આવે છે. આ શોમાં રામ, સીતા અને લક્ષ્મણની ભૂમિકા ભજવી રહેલા સ્ટાર્સને દર્શકો વાસ્તવિક જીવનમાં પણ ભગવાન માને છે. આવતા મહિને અયોધ્યા રામ મંદિર નો પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ થવાનો છે. આ સમારોહમાં રામાયણ ના રામ એટલે કે અરુણ ગોવિલ અને સીતા માતા એટલેકે દીપિકા ચીખલિયાને ખાસ આમંત્રણ મોકલવામાં આવ્યું હતું. પરંતુ લક્ષ્મણનું પાત્ર ભજવનાર સુનીલ લહરી ને આમંત્રણ મળ્યું ન હતું. હવે આમંત્રણ ન મળવા પર સુનિલે પોતાની પ્રતિક્રિયા આપી છે.
આ સમાચાર પણ વાંચો : Fighter song: ફિલ્મ ફાઈટર નું પહેલી ગીત ‘શેર ખુલ ગયે’ થયું રિલીઝ,રિતિક રોશન અને દીપિકા પાદુકોણે લગાવી ડાન્સ ફ્લોર પર આગ,જુઓ વિડીયો
સુનિલ લહરી એ આપી પ્રતિક્રિયા
સુનીલ લહરી એ તાજેતરમાં મીડિયા ને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેને અયોધ્યામાં રામ મંદિરના અભિષેક માટેનું આમંત્રણ મળ્યું નથી.સુનિલે એમ પણ કહ્યું કે એ જરૂરી નથી કે દર વખતે તમને બોલાવવામાં આવે, પણ એવું થાય તો સારું. આનાથી હું બહુ નિરાશ નથી થયો. સુનિલે વધુ માં જણાવ્યું કે, ‘કદાચ કાર્યક્રમના આયોજકોને લાગતું હશે કે લક્ષ્મણ એટલે કે મારું પાત્ર એટલું મહત્વનું નથી. તેથી જ તેમને આમંત્રણ આપ્યું નથી, અથવા કદાચ તે મને વ્યક્તિગત રીતે પસંદ નહીં કરતા હોય.’