News Continuous Bureau | Mumbai
Ayodhya Ram mandir: આજે દેશભર માં ઉત્સવ નું વાતાવરણ છે. આજે રામ મંદિર ના પ્રાણ પ્રતિષ્ઠા નો દિવસ છે. આ ખાસ અવસર પર ઘણી હસ્તીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. જેમાં રામાનંદ સાગર ની લોકપ્રિય સિરિયલ રામાયણ માં લક્ષ્મણ નું પાત્ર ભજવી ચૂકેલા અભિનેતા સુનિલ લહરી ને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.આ દરમિયાન સુનિલ લહરી એ પોતાની ખુશી વ્યક્ત કરતો એક વિડીયો પોસ્ટ કર્યો છે જેમાં ચાહકો ને એક ખાસ અપીલ પર કરી છે.
સુનિલ લહરી એ પોસ્ટ કર્યો વિડીયો
સુનિલ લહરી એ તેમના ઇન્સ્ટાગ્રામ પર એક વિડીયો શેર કર્યો છે. જેમાં તેઓ કહી રહ્યા છે કે, “નમસ્કાર મારા પ્રિય મિત્રો, હું અત્યારે લક્ષ્મણજીના શહેર લખનપુરમાં છું. આ શહેર રામજીએ લક્ષ્મણજીને ભેટમાં આપ્યું હતું.” વિડિયોમાં, સુનીલ લહરી તેમની હોટલના રૂમની બારી બહારનું દૃશ્ય બતાવતા જણાવે છે કે જો કોઈને શિયાળામાં પહેરવા માટે ગરમ કપડા અને સારો ખોરાક મળે તો તે ખુશ થાય છે.આગળ તેમને જણાવ્યું કે, હવે તે અયોધ્યા જવા રવાના થઈ રહ્યા છે જ્યાં તે રામ મંદિરમાં ભગવાન શ્રી રામના અભિષેકનો ભાગ બનશે.
View this post on Instagram
વીડિયોના કેપ્શનમાં સુનિલ લહરી એ લખ્યું છે કે, “હું રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠામાં હાજરી આપવા માટે લખનપુર એટલે કે લખનઉથી અયોધ્યા માટે રવાના થઈ રહ્યો છું. તમે બધા તમારા ઘરમાં રહો અને ટીવી દ્વારા જુઓ અને પ્રાણ પ્રતિષ્ઠાનો ભાગ બનો. જય શ્રી રામ.”
આ સમાચાર પણ વાંચો : Ram mandir: રામ મંદિર ના પ્રાણ પ્રતિષ્ઠા ના દિવસે રજા રાખશે ફિલ્મ ઇન્ડસ્ટ્રી, લગભગ આટલા શૂટ થયા રદ