News Continuous Bureau | Mumbai
બોલિવૂડથી લઈને સાઉથ સુધી આ વર્ષે ઘણી મોટી ફિલ્મો રિલીઝ થઈ છે અને ઘણી રિલીઝ માટે તૈયાર છે. હાલમાં જ આ વર્ષની બીજી મોટી ફિલ્મ ‘આદિપુરુષ’નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. પ્રભાસ, સૈફ અલી ખાન અને કૃતિ સેનન સ્ટારર ઓમ રાઉતની ફિલ્મના ટ્રેલર પછી ઘણા લોકોએ તેની સરખામણી રામાનંદ સાગરની રામાયણ સાથે કરી છે. આ સમગ્ર મામલે ‘લક્ષ્મણ’નું પાત્ર ભજવનાર અભિનેતા સુનીલ લાહરીની પ્રતિક્રિયા પણ આવી છે. તેણે ફિલ્મના ઘણા સીન પર સવાલો ઉઠાવ્યા છે.
આદિપુરુષ ના ટ્રેલર માં સુનિલ લહરી એ ઉઠાવ્યો વાંધો
ફિલ્મના કેટલાક સીન્સનો ઉલ્લેખ કરીને સુનીલ લહરી એ મેકર્સ પર સવાલો ઉઠાવ્યા છે. મીડિયા ને આપેલા ઈન્ટરવ્યુમાં સુનીલે કહ્યું કે મેકર્સે આ ફિલ્મમાં રામાયણને આધુનિક રીતે બતાવવાનો ખૂબ જ પ્રયત્ન કર્યો છે, જેના કારણે તેમના પરિપ્રેક્ષ્યમાં કોઈ સ્પષ્ટતા નથી.સુનિલે ટ્રેલરમાં દર્શાવવામાં આવેલા કેટલાક સીન પર સવાલ ઉઠાવ્યા છે અને કહ્યું છે કે ‘મને કેટલીક વસ્તુઓ પસંદ નથી આવી’. સુનીલે કહ્યું કે, રામજી ને હનુમાનજી પર બેસીને તીર મારતા દર્શાવવામાં આવ્યા છે, રામાયણમાં આવું ક્યાંય નથી, પરંતુ લક્ષ્મણે કર્યું, તે પણ હનુમાનજીના કહેવા પર. તેણે આગળ કહ્યું, ‘રામ ચોક્કસ હનુમાનના ખભા પર બેઠા છે પરંતુ તીર નથી ચલાવતા. જો આવું થયું હોત તો રામને ભગવાન ઈન્દ્રનો રથ મોકલવાની જરૂર ન પડી હોત.
રામ સીતા ની વેશભૂષા થી નિરાશ થયા સુનિલ લહરી
આ સિવાય ફિલ્મમાં રામ, સીતા, લક્ષ્મણની વેશભૂષાથી પણ સુનીલ નિરાશ થયા છે. તેમણે વનવાસ દરમિયાન પણ સંપૂર્ણ કપડા પહેરેલા બતાવવા પર સવાલો ઉઠાવ્યા છે. સુનિલે કહ્યું કે રામે વનવાસ દરમિયાન માત્ર ભગવા રંગનું કપડું પહેર્યું હતું અને આ ચાર્મ ‘આદિપુરુષ’ના ટ્રેલરમાં બગાડવામાં આવ્યો છે.તેણે નિર્માતાઓને ભગવાન રામની છબી સાથે ચેડા ન કરવાની સલાહ આપી છે કારણ કે તેનાથી દર્શકો નારાજ થઈ શકે છે. સુનિલે કહ્યું કે પૌરાણિક કથાઓમાં VFX ટ્વિસ્ટ લાવતા પહેલા નિર્માતાઓએ વિચારવું જોઈએ કે જેનાથી આત્મા ના બગડે
