ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 21 ઓક્ટોબર, 2021
ગુરુવાર
ગુજરાતી ફિલ્મોના જાણીતા અભિનેતા ચંદ્રકાંત પંડ્યાનું ટૂંકી બીમારી બાદ 78 વર્ષની વયે મુંબઈમાં નિધન થયુ છે.
તેમના અંતિમસંસ્કાર આજે મુંબઈ ખાતે રાખવામાં આવ્યા છે.
રામાનંદ સાગરની રામાયણ સિરિયલમાં તેમણે નિષાદરાજની મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
આ સાથે તેમણે ગુજરાતી ફિલ્મ જગતમાં 100થી વધુ ફિલ્મો, અનેક સામાજિક, ધાર્મિક સિરિયલોમાં કામ કર્યુ છે.
આ ઉપરાંત તેમને સુપ્રસિદ્ધ ફિલ્મ માનવીની ભવાઇ માટે રાષ્ટ્રીય એવોર્ડ મળ્યો હતો.
