News Continuous Bureau | Mumbai
Deepika Chikhalia : દીપિકા ચીખલિયા ટીવીની તે અભિનેત્રી છે, જેને લોકોનો ઘણો પ્રેમ મળ્યો છે. દરેક વ્યક્તિ દીપિકાને તેના પાત્રથી ઓળખે છે. દીપિકા ચીખલિયાએ ‘રામાયણ'(Ramayan) માં સીતાનું પાત્ર ભજવીને લોકોના દિલમાં એક અલગ જ સ્થાન લીધું છે. ચાહકો તેને રામાનંદ સાગરના ટીવી શો ‘રામાયણ’ના સમયથી ઓળખે છે. દીપિકા હવે એક નવા શો સાથે પાછી(comeback) ફરી છે, જેની વાર્તા અયોધ્યાની પૃષ્ઠભૂમિ પર સેટ છે. આ શોનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં દીપિકા ચિખલિયાનો નવો લૂક જોવા મળી રહ્યો છે.
દીપિકા ચીખલીયા ની નાના પડદા પર વાપસી
દીપિકા ચીખલિયા લગભગ 33 વર્ષ પછી ફરી એકવાર નાના પડદા પર વાપસી કરી રહી છે. તેના નવા શોનું નામ ‘ધરતીપુત્ર નંદિની’ છે. આ શોના વિડિયોમાં તમને દીપિકાનો દમદાર રોલ જોવા મળશે. દીપિકાએ હાલમાં જ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ શોનો પ્રોમો શેર કર્યો છે. આ શોમાં તમે ‘રામાયણ’ની માતા સીતાને એક નવા રૂપમાં જોવાના છો. આ શો તેના જ પ્રોડક્શન હાઉસનો છે. તેની વાર્તા અયોધ્યાની છે.
View this post on Instagram
દીપિકા ચીખલીયા ના શો ની વાર્તા
આ શોમાં દીપિકા ચિખલિયાના પાત્રનું નામ સુમિત્રા છે. પ્રોમોની વાર્તા શગુન શેઠ દ્વારા ભજવવામાં આવેલી નંદિની નામની છોકરીની આસપાસ ફરે છે. આ શોની વાર્તા મહિલાઓ પર કેન્દ્રિત છે. આ શોમાં દીપિકા ચીખલીયા સ્ટ્રોંગ લેડીના રોલમાં જોવા મળશે. જણાવી દઈએ કે સીરિયલ ‘ધરતીપુત્ર નંદિની'(Dhartiputri Nandni) પહેલા અભિનેત્રીએ કેટલીક ફિલ્મો પણ કરી છે.
આ સમાચાર પણ વાંચો : Pune Crime News: પૂણે ISIS મોડ્યુલ કેસમાં NIAને મળી વધુ એક મોટી સફળતા, કોંધવામાં NIAના ફરી દરોડા.. જાણો શું છે આ સમ્રગ પ્રકરણ…